Big News: અક્ષય કુમારના ફેન્સ માટે મોટા સમાચાર, ‘બેલબોટમ’ આ દિવસે થિયેટરોમાં થશે રિલીઝ

|

Jun 15, 2021 | 12:09 PM

અક્ષયની ફિલ્મ બેલબોટમની રાહ જોતા ફેન્સ માટે સારા સમાચાર છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે અક્ષય પહેલા એવા અભિનેતા હશે જેમની લોકડાઉન બાદ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે.

Big News: અક્ષય કુમારના ફેન્સ માટે મોટા સમાચાર, બેલબોટમ આ દિવસે થિયેટરોમાં થશે રિલીઝ
અક્ષય કુમાર

Follow us on

કોરોનાના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી છે. થિયેટર બંધ પડ્યા છે અને બિગ બજેટ ફિલ્મો પણ OTT તરફ વળી છે. ત્યારે અક્ષય કુમાર તેના ફેન્સ માટે ખુશખબર લઈને આવ્યા છે. જી હા અક્ષય આજે પણ કરોડો દિલો પર રાજ કરે છે. અભિનેતાની એકથી એક ફિલ્મોના વખાણ ફેન્સના મોઢે આજે પણ સાંભળવા મળે છે. આવામાં ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે.

આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જી હા અક્ષયની ફિલ્મ બેલબોટમની રાહ જોતા ફેન્સ માટે સારા સમાચાર છે. આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે અક્ષય પહેલા એવા અભિનેતા હશે જેમની લોકડાઉન બાદ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ મોટા પડદા પર 27 જુલાઈ 2021 ના રોજ વિશ્વભરમાં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.

અક્ષય કુમારે કરી જાહેરાત

અક્ષય કુમારે ખુદ આ માહિતી આપી છે કે તેમની ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે. અભિનેતાએ કહ્યું છે કે હું જાણું છું કે તમે બેલબોટમની રિલીઝ માટે ધૈર્યપૂર્વક ઘણી પ્રતીક્ષા કરી છે, પરંતુ છેવટે આટલા વિલંબ બાદ અમારી ફિલ્મની રિલીઝની જાહેરાત કરવાની અમને એટલી ખુશી નથી. આ ફિલ્મ 27 જુલાઇએ વિશ્વભરમાં મોટા પડદા પર આવી રહ્યા છે.

આ જાહેરાત બાદ ફેન્સમાં ખુશીનો માહોલ છે. લાંબા સમયથી સૌ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. તેમજ કોરોના બાદ મોટી ફિલ્મો ખાસ થિયેટરમાં જોવા નથી મળી. આવામાં અક્ષયના ફેન્સ કોમેન્ટ અને પોસ્ટ્સ કરીને આ ફિલ્મ માટે અભિનંદન પાઠવી રહ્યા છે. અને હવે બસ રાહ જોઈ રહ્યા છે રિલીઝના દિવસની.

 

આ પણ વાંચો: કોરોના રહ્યો નિયંત્રણમાં, તો PM મોદી ટૂંક સમયમાં જશે અમેરિકાની યાત્રા પર! જાણો વિગત

આ પણ વાંચો: Corona New Variant ‘Delta Plus’: કોરોનાનો નવો પ્રકાર આવ્યો સામે, વૈજ્ઞાનિકોએ કહી આ વાત

Published On - 12:07 pm, Tue, 15 June 21

Next Article