Big News: Ajay Devgan એ નવા બંગલા માટે લીધી છે કરોડોની લોન ? રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો

એક સમાચાર અનુસાર તાજેતરમાં જ અજયે મુંબઈના જુહુ વિસ્તારમાં આશરે 47 કરોડમાં બંગલો ખરીદ્યો છે. આ બંગલો તેમના ઘર શિવશક્તિથી બહુ દૂર નથી.

Big News: Ajay Devgan એ નવા બંગલા માટે લીધી છે કરોડોની લોન ? રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો
Ajay Devgan
| Edited By: | Updated on: Jun 20, 2021 | 3:06 PM

કોરોના રોગચાળામાં પણ ઘણા બોલિવૂડ સેલેબ્સે લક્ઝરી પ્રોપર્ટી ખરીદી છે. જ્યા અર્જુન કપૂરે (Arjun Kapoor) 20 કરોડનું સી ફેસિંગ મકાન ખરીદ્યું છે, ત્યારે અભિનેતા અજય દેવગને (Ajay Devgan) પણ કરોડોનું ઘર ખરીદ્યું છે, તાજેતરમાં એક સમાચાર આવ્યા હતા કે અજયે મુંબઈના જુહુ વિસ્તારમાં બંગલો ખરીદ્યો છે. હવે આ બંગલાને લઈને એક મોટા સમાચાર બહાર આવ્યા છે.

એક સમાચાર અનુસાર તાજેતરમાં જ અજયે મુંબઈના જુહુ વિસ્તારમાં આશરે 47 કરોડમાં બંગલો ખરીદ્યો છે. આ બંગલો તેમના ઘર શિવશક્તિથી બહુ દૂર નથી. અજયનો આ નવો બંગલો 474.4 વર્ગ મીટરમાં ફેલાયેલો છે.

ઘર માટે અજયે લીધી છે લોન

હવે સમાચાર મુજબ અભિનેતાએ આ ઘર ખરીદવા માટે લોન લીધી છે. એક અહેવાલ મુજબ અભિનેતાએ 18.75 કરોડની લોન લીધી છે. જોકે અમે આ સમાચાર પર કોઈ પણ પ્રકારનો આધિકારિક મહોર લગાવી રહ્યા નથી.

અહેવાલો અનુસાર, ઘરનો સોદો ગત નવેમ્બર-ડિસેમ્બરમાં થયો હતો, અને કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આ બંગલો છે. અજય પહેલા, આ બંગલો ભાવેશ બાલકૃષ્ણ વાલિયા નામના વ્યક્તિની માલિકીનો હતો, અજય દેવગન અને તેમનો પરિવાર હાલમાં શિવ શક્તિ બંગલામાં રહે છે. જે ગોલમાલ સ્ટાર દ્વારા ખરીદવામાં આવેલા નવા બંગલાની ખૂબ નજીક છે. અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે અજયે આ મકાન 60 કરોડમાં ખરીદ્યુ છે.

તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું હતું કે અજય અને કાજોલ છેલ્લા એક વર્ષથી નવું મકાન શોધી રહ્યા હતા. અજયનો નવો બંગલો 590 સ્ક્વેર યાર્ડમાં બનાવવામાં આવ્યો છે. અજયે જ્યારથી આ મકાન ખરીદ્યું છે ત્યારથી તેની સતત ચર્ચા કરવામાં આવી રહી છે. અજયનું ઘર ખુબ ચર્ચામાં છે.

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો, અજય દેવગન છેલ્લે 2020 માં ફિલ્મ તાનાજીમાં જોવા મળ્યા હતા. અજયની આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. તાનાજીએ કમાણીનાં બોક્સ ઓફિસ પર ઝંડો ગાળી દિધો હતો. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે પત્ની કાજોલ સિવાય સૈફ અલી ખાન, શરદ કેલકર મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ સાથે અજય સૂર્યવંશી અને ગંગુબાઈ કાઠિયાવાડીમાં કેમિયો કરતા જોવા મળશે. હાલમાં અજય પાસે ફિલ્મ આરઆરઆર સિવાય ભુજ, મેદાન (Maidaan), થૈક ગોડ (Thank God) અને મે ડે (Mayday) છે.