Sushant Singh ડ્રગ કેસમાં મળી મોટી કડી ? NCBએ સેલિબ્રિટી મેનેજર રાહીલા સહિત ત્રણની કરી ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસથી સંબંધિત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ વધુ ધરપકડ કરી છે.

Sushant Singh ડ્રગ કેસમાં મળી મોટી કડી ? NCBએ સેલિબ્રિટી મેનેજર રાહીલા સહિત ત્રણની કરી ધરપકડ
Sushant Singh
| Edited By: | Updated on: Feb 05, 2021 | 4:42 PM

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસથી સંબંધિત ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ વધુ ધરપકડ કરી છે. સુશાંત સિંહ રાજપૂત સાથે સંકળાયેલા ડ્રગ કેસમાં એનસીબીએ સેલિબ્રિટી મેનેજર રાહીલા ફર્નિચરવાળા અને ઉદ્યોગપતિ કરણ સજનીની ધરપકડ કરી છે. આ પહેલા જ ગુરુવારે એનસીબીએ જગતાપસિંહ આનંદની ધરપકડ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે જગતાપસિંહ કરમજીત ઉર્ફે કેજેનો મોટો ભાઈ છે, જેની અગાઉ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જગતાપ, કેજે અને અન્ય વચ્ચે ઘણા વ્યવહાર થયા છે. એનસીબી સોર્સ અનુસાર જગતાપ ડ્રગના ધંધામાં સામેલ હતો. હવે એનસીબી તેમની પૂછપરછ કરશે અને સત્યને બહાર કાઢવાનો પ્રયાસ કરશે.

 

ગુરુવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કરણ સજની અને રહીલા ફર્નિચરવાલાને એનસીબી ઓફિસએ લાવ્યા હતા. તે ડ્રગ્સ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. અગાઉ એનસીબીએ સમર્થન આપ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતની મૃત્યુના કેસમાં આ બંને આરોપીઓની સંડોવણી હોઈ શકે છે.

ત્રણ સરકારી એજન્સીઓ સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ કરી રહી છે. આ કેસની તપાસ સીબીઆઈ, ઇડી અને એનસીબી કરી રહી છે. સુશાંતના મૃત્યુના કેસમાં ડ્રગ્સના એંગલની તપાસ કરી રહેલી એનસીબીએ તેની તપાસ ત્યારે શરુ કરી હતી જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તરફથી ડ્રગ કંઝપ્શન, તેની ખરીદી, ચેટ જેવા કેટલાક ઇનપુટ્સ મળયા હતા.

 

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂન, 2020 ના રોજ બાંદ્રાના એક એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તેના પરિવારના સભ્યોનું માનવું છે કે સુશાંતસિંહે આત્મહત્યા કરી નથી, તે બદલે તેમને ઉશ્કેરવામાં આવ્યા હતા અથવા તેમની હત્યા કરવામાં આવી છે. હાલમાં સીબીઆઈ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.