Breaking news: સતીશ કૌશિકના મોતને લઈને મોટો ખુલાસો, પોલીસને ફાર્મ હાઉસમાંથી મળ્યા કેટલીક શંકાસ્પદ દવાઓના પેકેટ

દિલ્હી પોલીસને સતીશ કૌશિકના મૃત્યુની તપાસમાં ફાર્મ હાઉસમાંથી મળી કેટલીક શંકાસ્પદ દવાઓના પેકેટ. જે બાદ આ સમગ્ર મામલાની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે.

Breaking news: સતીશ કૌશિકના મોતને લઈને મોટો ખુલાસો, પોલીસને ફાર્મ હાઉસમાંથી મળ્યા કેટલીક શંકાસ્પદ દવાઓના પેકેટ
Big disclosure about Satish Kaushik death
| Updated on: Mar 11, 2023 | 9:47 AM

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક અવસાનથી સૌ કોઈ આઘાતમાં છે. સતીશ કૌશિશ દિલ્હીના એક ફાર્મ હાઉસમાં પાર્ટી કરી રહ્યા હતા. તે જ સમયે તેમની તબિયત બગડવા લાગી અને 9 માર્ચે તેમનું અવસાન થયું. પ્રાથમિક તપાસમાં સતીશ કૌશિકના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ સમગ્ર મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. ફાર્મ હાઉસમાંથી પોલીસને કેટલીક શંકાસ્પદ દવાઓના પેકેટ મળી આવ્યા છે. ત્યારે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ફાર્મહાઉસ પરથી મળ્યા દવાઓના પેકેટ

સતીશ કૌશિકના મૃત્યુ અંગે દિલ્હી પોલીસનું કહેવું છે કે સંપૂર્ણ વિગત પોસ્ટ મોર્ટમ રિપોર્ટની હજુ રાહ છે, જેથી મૃત્યુનું કારણ શું હતું તે યોગ્ય રીતે જાણી શકાશે. જિલ્લા પોલીસની ક્રાઈમ ટીમે દિલ્હીના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત ફાર્મ હાઉસની તપાસ કરી હતી, જ્યાં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રાઈમ ટીમને સ્થળ પરથી કેટલીક દવાઓ મળી છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ દવાઓનો ઉપયોગ કોણે કર્યો? સતીશ કૌશિક સાથે કોઈ સંબંધ નથી. આ તમામની તપાસ કરવામાં આવી રહી છે.

મહેમાનોની પણ તપાસ શરુ

તમને જણાવી દઈએ કે આ પાર્ટીનું આયોજન દિલ્હીના એક બિઝનેસમેનના ફાર્મ હાઉસ પર કરવામાં આવ્યું હતું. પોલીસ હવે પાર્ટીમાં ભાગ લેનારા 10-12 મહેમાનોની યાદીમાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ પાર્ટીમાં સામેલ બિઝનેસમેન આ કેસમાં વોન્ટેડની યાદીમાં સામેલ છે.આપને જણાવી દઈએ કે અભિનેતા સતીશ કૌશિશ આ પાર્ટીમાં હાજરી આપવા માટે મુંબઈથી દિલ્હી આવ્યા હતા. જે મિત્રના ફાર્મ હાઉસ પર સતીશ કૌશિક પાર્ટીમાં હાજરી આપવા આવ્યો હતો તેનું નામ વિકાસ માલુ છે. દિલ્હીના બિજવાસનમાં તેનું ફાર્મ હાઉસ છે. વિકાસ માલુ વિરુદ્ધ વર્ષો જૂનો બળાત્કારનો કેસ હતો, જેની પોલીસ તપાસ કરી રહી છે.

PM રીપોર્ટમાં થશે ખુલાસો

સતીશ કૌશિકે મૃત્યુના એક દિવસ પહેલા હોળી પાર્ટી કરી હતી. ત્યા પોલીસને તપાસ કરતા કેટલીક દવાઓ મળી જેમાં ડાયજીન અને સુગર જેવી નિયમિત દવાઓ હતી. આ સિવાય કેટલીક દવાઓ એવી છે જેની તપાસ ચાલી રહી છે. પોલીસ કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા વિગતવાર PM રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસે ગેસ્ટ લિસ્ટની માહિતી પણ લીધી છે. જેમાં મૃત્યુનું સાચું કારણ જાણવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટરોએ હજુ સુધી કંઈપણ શંકાસ્પદ જણાવ્યું નથી.

Published On - 9:28 am, Sat, 11 March 23