Bhushan Kumar Rape Case: T-series એ કહ્યું આરોપ લગાવનારી મહિલા ભૂષણ પાસે માંગી રહી હતી પૈસા

30 વર્ષની એક યુવતીએ ભૂષણ કુમાર પર બલાત્કારનો આરોપ લગાવ્યો છે. આ બાદ તેની કંપનીએ તેના વતી જવાબ પણ આપ્યો છે. ચાલો જાણીએ શું કહ્યું T-series એ.

Bhushan Kumar Rape Case: T-series એ કહ્યું આરોપ લગાવનારી મહિલા ભૂષણ પાસે માંગી રહી હતી પૈસા
T-series says accused woman was asking money from Bhushan
| Edited By: | Updated on: Jul 17, 2021 | 7:59 AM

T-Series કંપનીના MD ભૂષણ કુમાર (Bhushan Kuma) પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ 30 વર્ષની યુવતીએ બલાત્કારના આરોપ ભૂષણ કુમાર પર લગાવ્યા. મહિલાએ આ વિશે મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો છે. આ મામલે હવે કંપનીની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. કંપનીએ કહ્યું કે ભૂષણ કુમાર પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. જે મહિલાએ ફરિયાદ નોંધાવી છે, તેણે 2017-2020થી કંપનીમાં કામ કર્યું છે અને કંપનીએ તેના ઘણાં મ્યુઝિક વિડીયો (Music Video) પણ બનાવ્યા છે.

કંપનીએ આપ્યો આ જવાબ

કંપનીએ જે જવાબ આપ્યા તે ચોંકાવનારા છે. કંપનીએ કહ્યું કે ‘માર્ચ 2021 માં, આ મહિલાએ ભૂષણ કુમાર પાસેથી વેબ સિરીઝ (Web Series) બનાવવા માટે પૈસા માંગ્યા હતા. જે ભૂષણે આપવાનો ઇનકાર કરી દીધો. 1 જુલાઈએ આ મહિલા વિરુદ્ધ મુંબઇના આંબલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી, જેમાં આ બધી બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. પુરાવા રૂપે પોલીસને ઓડિયો રેકોર્ડિંગ અને કેટલાક મેસેજ પણ આપવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં મહિલાએ નોંધાવેલી બળાત્કારની ફરિયાદ એ જ જૂના કેસનો ગુસ્સો નીકળવા સિવાય બીજું કંઈ નથી.’

ભૂષણ કુમારના વિરુદ્ધમાં કેસ નોંધવામાં આવ્યો

માહિતી અનુસાર મહિલાએ આરોપ લગાવ્યા છે કે કામ આપવાની લાલચ આપીને ભૂષણ કુમારે તેનું યૌન શોષણ કર્યું. તેમજ ભૂષણ તેના વિડીયો અને ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ આધારે તેને બ્લેકમેઈલ કરવામાં આવી અને તેની સાથે ત્રણ વાર અલગ અલગ જગ્યાએ તેનું શોષણ કરવામાં આવ્યું છે. યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલા ભૂષણના સંપર્કમાં 2017 માં આવી હતી. ભૂષણ કુમારના વિરુદ્ધમાં IPC ની કલમ 376 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

2008 માં પણ લાગ્યા હતા આરોપ

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ભૂષણ કુમાર પર આવા આરોપ લાગ્યા હતા. વર્ષ 2018 માં Me Too કેમ્પેઈન વખતે આવા જ આરોપ લાગ્યા હતા. ત્યારે પણ એક અજ્ઞાત મહિલાએ સોશિયલ મીડિયામાં ભૂષણ કુમાર પણ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. Me Too કેમ્પેઈન ખુબ ચર્ચામાં રહ્યું હતું. આ કેમ્પેઈનમાં એક મહિલાએ સોંગ ગવડાવવાના બદલામાં ભૂષણ કુમારે તેનું શોષણ કર્યું હતું તેવો આરોપ લગાવ્યો હતો.

તે સમયે ભૂષણ કુમારે આ આરોપોને ફગાવી દીધા હતા. ત્યારે ભૂષણે કહ્યું હતું કે આ માત્ર તેની ઈમેજ ખરાબ કરવા માટેનો સ્ટંટ છે. હવે જ્યારે આવા જ આરોપો બીજી વખત લાગ્યા છે ત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે

 

આ પણ વાંચો: OMG! Dance Deewane 3 ના સ્ટેજ પર જ્યારે રેખાએ કહ્યું ‘અમિત મારો પ્રેમ છે’, જુઓ Viral Video