Bhumi Pednekar Net Worth : પોતાના અભિનયથી દરેકનું દિલ જીતનાર ભૂમિ પેડનેકર છે કરોડોની આસામી, જાણો કેટલી છે સેલેરી ?

ભૂમિ પેડનેકરે કદી વિચાર્યું ન હતું કે તે અભિનેત્રી બનશે. જોકે તેમને અભિનયનો શોખ પહેલાથી જ હતો, પરંતુ પહેલા તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સહાયક કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકેની કરી હતી.

Bhumi Pednekar Net Worth : પોતાના અભિનયથી દરેકનું દિલ જીતનાર ભૂમિ પેડનેકર છે કરોડોની આસામી, જાણો કેટલી છે સેલેરી ?
Bhumi Pednekar
| Edited By: | Updated on: Jul 18, 2021 | 9:50 PM

ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. પહેલી જ ફિલ્મથી દર્શકોનું દિલ જીતનાર ભૂમિને ભલે કદાચ ઇન્ડસ્ટ્રીમાં થોડો સમય થયો હોય, પરંતુ તેણે એકથી એક ચડિયાતો અભિનય આપ્યો છે. ચાલો તમને જણાવી દઇએ કે ભૂમિએ તેમની કારકિર્દીની શરૂઆત એક અભિનેત્રી તરીકે કરી નહોતી. અગાઉ તે યશરાજ ફિલ્મ્સમાં સહાયક કાસ્ટિંગ ડાયરેક્ટર હતી. તેઓ ફિલ્મો માટે અન્યની પસંદગી કરતી હતી અને આજે તે પોતે એક અભિનેત્રી છે અને દિગ્દર્શકો તેમની ફિલ્મોમાં તેમને કાસ્ટ કરવા માટે બેચેન છે.

બોલિવૂડની નવી જનરેશનની એક્ટર્સમાં ભૂમિની કમાણી પણ સારી છે. ભૂમિની નેટવર્થ ટોચની અભિનેત્રીઓ કરતા ઓછી નથી. આજે ભૂમિના જન્મદિવસ પર, ચાલો તમને જણાવીએ કે અભિનેત્રી કેટલા કરોડ રુપિયા કમાય છે અને અભિનય સિવાય તે બાકીની કમાણી કેવી રીતે કરે છે.

એક અહેવાલ મુજબ ભૂમિની નેટવર્થ 11 કરોડ છે. ફિલ્મોમાં અભિનય ઉપરાંત ભૂમિની આવક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા થાય છે. તે એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે. ભૂમિની માસિક આવક અને સેલેરી 25 લાખ પ્લસ છે અને વર્ષની 3 કરોડ પ્લસ.

 

ઘર

ભૂમિ મુંબઈના પોશ વિસ્તારમાં રહે છે. તેમની પાસે એક મોટો ફ્લેટ છે જેમાં તે માતા અને બહેન સાથે રહે છે.

કાર

ભૂમિ પાસે લેન્ડ રોવર રેંજ રોવર એસયુવી કાર છે જેની કિંમત 80 લાખ છે.

અત્યાર સુધી કરેલી ફિલ્મો

ભૂમિએ ફિલ્મ દમ લગા કે હઈશાથી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી, તેમણે ટોઇલેટ એક પ્રેમ કથા, શુભ મંગલ સાવધાન, લસ્ટ સ્ટોરીઝ, સૌન ચિરૈયા, સાંડ કી આંખ, બાલા, પતિ પત્ની ઔર વો, ભૂત, ડોલી, કિટ્ટી ઔર વો ચમક્તે સિતારે, દુર્ગામતીમાં કામ કર્યું છે. ભૂમિના કામની તમામ ફિલ્મોમાં ખૂબ પ્રશંસા થઈ છે.

આગામી ફિલ્મો

હવે ભૂમિ ફિલ્મ બધાઈ દો, મિસ્ટર લેલે અને રક્ષાબંધનમાં જોવા મળશે. બધાઈ દોમાં ભૂમિની સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. મિસ્ટર લેલેમાં અગાઉ વરૂણ ધવન અને ભૂમિ સાથે હતા, પરંતુ બાદમાં જાણ કરવામાં આવી કે વરુણ હવે આ ફિલ્મનો ભાગ નથી. લીડ કાસ્ટની ઘોષણા હજી બાકી છે.

રક્ષાબંધનમાં ભૂમિ અને અક્ષય કુમાર સાથે જોવા મળશે.