Bhoot Police Release Date: સૈફ અલી ખાન (Saif Ali Khan), અર્જુન કપૂર (Arjun Kapoor), જેક્લીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) અને યામી ગૌતમ (Yami Gautam) ની ફિલ્મ ભૂત પુલિસનું નવું પોસ્ટર રિલીઝ થયું છે. આ નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ બહાર આવી છે. હા, આ ફિલ્મ આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મનું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર ફિલ્મની આખી ટીમે શેર કર્યું છે. આ શેર કરતી વખતે, બધાએ કહ્યું છે કે હવે વારો છે ભૂતોને ડરવાનો. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તાજેતરમાં જ ફિલ્મનો સૈફ અને અર્જુનનો પહેલો લુક રિલીઝ થયો હતો.
આ ફિલ્મ 17 સપ્ટેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. જ્યાં ફિલ્મના તમામ પાત્રોના ફર્સ્ટ લુકને રિલીઝ કરવામાં આવ્યા છે. ફિલ્મના આ નવા પોસ્ટરમાં આપણે જેક્લીન ફર્નાન્ડિસ પોતાની સેલ્ફી લેતા નજરે પડે છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આની સાથે આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને અર્જુન હાથમાં ભાલા અને એક પુસ્તક સાથે નજરે પડે છે.
આ જોઈને ખબર પડે છે કે આ બંને આ ફિલ્મમાં ભૂતોને વશ કરવાનું કામ કરે છે. તે જ સમયે, ફિલ્મની બીજી હિરોઇન યામી ગૌતમ આ પોસ્ટરમાં હાથમાં એક ભાલો લઈને ઉભી છે. જ્યાં તેની બાજુમાં એક કાળી બિલાડી પણ છે.
ભૂત પોલીસનું નિર્દેશન પવન કૃપલાનીએ કર્યું છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનનું નામ વિભૂતિ અને અર્જુન કપૂરનું નામ ચિરોનજી હોવાનું છે. આ ફિલ્મમાં યામી ગૌતમનું નામ માયા હશે. આ સાથે, આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિસનું નામ કનિકા હોવાનું છે. ફિલ્મ સંદર્ભે દર્શકોમાં પણ ઘણો ઉત્સાહ છે. દર્શકોને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે તે જોવાનું રહ્યું. ફિલ્મની ટીમ અગાઉ આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવાના હતા. પરંતુ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.
ફિલ્મ અંગે થયો વિવાદ
હાલમાં જ આ ફિલ્મમાંથી સૈફ અલી ખાનનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. તે પોસ્ટરમાં પાછળ એક સંતની તસ્વીર દેખાઈ રહી હતી. ત્યારબાદ તે વિવાદનો ભાગ બની ગઈ છે. ફિલ્મના પોસ્ટર માટે સૈફ અલી ખાનને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ એક હોરર કોમેડી ફિલ્મ છે જેમાં આપણને ખૂબ જ રોમાંચ જોવા મળશે. દર્શકોને આ ફિલ્મ વિશે હવે કેવું લાગે છે તે જોવાની મજા આવશે.