IPL કોમેન્ટ્રી, ફિલ્મ એક્ટિંગ અને હવે જેલના સળિયા પાછળ, યુટ્યુબરથી અભિનેતા બનેલા મણિ મેરાજ પર બળાત્કારનો ગંભીર આરોપ

સોશિયલ મીડિયા પર ફેમસ ચેહરો અને યુટ્યુબથી સ્ટાર બનેલા ભોજપુરી અભિનેતા મની મેરાજ હવે ગંભીર વિવાદમાં ફસાયો છે. એક મહિલા યુટ્યુબરની ફરિયાદ પર ગાઝિયાબાદ પોલીસે તેમની પટનાથી ધરપકડ કરી છે. મની મેરાજ પર બળાત્કાર, ગર્ભપાત, ધર્મ પરિવર્તનનો દબાવ અને છેતરપિંડી જેવા ગંભીર આરોપ લાગ્યા છે.

IPL કોમેન્ટ્રી, ફિલ્મ એક્ટિંગ અને હવે જેલના સળિયા પાછળ,  યુટ્યુબરથી અભિનેતા બનેલા મણિ મેરાજ પર બળાત્કારનો ગંભીર આરોપ
| Updated on: Oct 07, 2025 | 11:06 AM

કસાઈથી યુટ્યુબ સ્ટાર બનવા સુધીની મની મેરાજનું રિયલ નામ અનીસ મેરાજ છે. તે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાનો રહેવાસી છે. શુરઆતમાં તે યુટ્યુબ પર કોમેડિ વીડિયો બનાવવાનો શરુ કર્યો હતો. તેમના ભોજપુરી અંદાજમાં વીડિયો ચાહકોએ ખુબ પસંદ કર્યા હતા. કેટલાક વીડિયો 1.4 કરોડથી વધારે વ્યુ મળ્યા છે. યુટ્બ પર શાનદાર સફળતા મળ્યા બાદ મનીએ આઈપીએલમાં ભોજપુરી કોમેન્ટ્રી શરુ કરી હતી. અહીથી તેમણે ઓળખ મળી હતી. તે ભોજપુરી ફિલ્મોમાં કોમેડી રોલ કરવા લાગ્યો અને ચાહકો વચ્ચે ખુબ લોકપ્રિય બન્યો છે.

મહિલા યુટ્યુબના ગંભીર આરોપ 18 સપ્ટેમ્બરના ગાઝિયાબાદમાં એક મહિલા યુટ્યુબરે ફરિયાદ કરી હતી. મહિલાનું કહેવું છે કે, મનીએ ફર્ઝી નામથી મિત્રતા કરી અને લગ્ન કરવાનું કહી શારીરિક સંબંધો બનાવ્યા હતા. પીડિતાનો આરોપ મનીએ ઈસ્લામ ધર્મ કબુલ કરવાનો દબાવ કર્યો હતો.

જ્યારે મહિલા ગર્ભવતી થઈ તો તેમને જબરદસ્તી ગર્ભપાત કરાવ્યો. પહેલાથી જ લગ્ન કર્યા હતા અને 2 બાળકોના પિતા હોવાની વાત છુપાવી હતી. મહિલા પાસેથી લાખો રુપિયા લઈ વિરોધ કરી મારપીટ અને ધમકી આપી હતી. મહિલાએ જણાવ્યું કે, આ બધું છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું હતુ.

પોલીસે ધરપકડ કરી

ધરપકડની પુષ્ટિ કરતા,ઇન્દિરાપુરમના એસીપી અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “ખોડા પોલીસ ટીમ દ્વારા તપાસ બાદ, આરોપીની પટનામાં ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ છે.” ગાઝિયાબાદ પોલીસ હવે આ કેસમાં કથિત “લવ જેહાદ” એંગલની તપાસ કરી રહી છે અને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.હિન્દુ રક્ષા દળના નેતા પિંકી ચૌધરીએ કહ્યું, “આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આપણી બહેનો અને દીકરીઓને ન્યાય મળે તે માટે અમે આવા લોકો સામે અમારી લડાઈ ચાલુ રાખીશું.”

કોણ છે મણિ મેરાજ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મણિ મેરાજ પહેલા કસાઈ તરીકે કામ કરતો હતો, પરંતુ બાદમાં સોશિયલ મીડિયા પર કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. તે ધીમે ધીમે ખૂબ પ્રખ્યાત બન્યો, લાખો ફોલોઅર્સ સાથે. તેની વધતી જતી લોકપ્રિયતાને કારણે, તેણે ભોજપુરી ફિલ્મોમાં અભિનય કર્યો અને તાજેતરમાં એક ફિલ્મમાં દેખાયો. તેણે જિયો ટીવી પર IPL મેચો દરમિયાન ભોજપુરી કોમેન્ટ્રી પણ આપી હતી.

ભોજપુરી સિનેમા એ ભારતીય ફિલ્મ ઉદ્યોગ છે, જ્યાં ભોજપુરી ભાષાની ફિલ્મો બને છે. તે પશ્ચિમ બિહાર અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં વિકસ્યું છે. અહી ક્લિક કરો