Bharti Singh અને હર્ષ લિંબાચીયાએ બેબી પ્લાનિંગ વિશે આપી આ માહિતી

'બિગ બોસ 14' ના તાજેતરના એપિસોડમાં કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા સ્પર્ધકોનું મનોરંજન કરવા પહોંચ્યા હતા. ભારતી અને હર્ષ મનોરંજન કરતી વખતે દરેકને કહે છે કે બિગ બોસના ઘરની અંદર બાળકને જન્મ આપશે.

Bharti Singh અને હર્ષ લિંબાચીયાએ બેબી પ્લાનિંગ વિશે આપી આ માહિતી
Bharti Singh & Harsh Limbachia
| Edited By: | Updated on: Feb 21, 2021 | 9:54 AM

ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ 14’ ના તાજેતરના એપિસોડમાં કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા સ્પર્ધકોનું મનોરંજન કરવા પહોંચ્યા હતા. આ પહેલા અભિનેતા રાજકુમાર રાવ આગામી ફિલ્મ રુહીના પ્રમોશન માટે પહોંચ્યા હતા. તેમણે જાહેરાત કરી હતી કે આ સમયે પણ બિગ બોસનું દ્રશ્ય પલટશે. આવી સ્થિતિમાં તેમણે ‘બિગ બોસ 15’ ના બે કન્ફર્મ થયેલા સભ્યો વિશે માહિતી આપી હતી, જેઓ ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયા હશે.

હાસ્ય કલાકારો ભારતી અને હર્ષ મનોરંજન કરતી વખતે દરેકને કહે છે કે બિગ બોસના ઘરની અંદર બાળકને જન્મ આપશે. બંનેએ બેબી પ્લાનિંગ વિશે વાત કરી હતી. કહ્યું હતું કે બિગ બોસના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે બેબીનો જન્મ થશે.

 

આ પહેલા ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ ના ગ્રાન્ડ ફિનાલેના શૂટિંગ દરમિયાન બંને ખુશ દેખાઈ રહ્યા હતા. પંડિત જનાર્દન આ શોમાં મહેમાન તરીકે ગયા હતા. આ દરમિયાન તેમણે ભારતી સિંહની ગર્ભાવસ્થા અને જજ ગીતા કપૂરની આગળની યોજના અંગેની આગાહી કરી હતી.

જ્યોતિષએ જણાવ્યું હતું કે, ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયા બંને હોળી પછી બાળકનું સ્વાગત કરી શકે છે. આ સિવાય તેઓએ જણાવ્યું હતું કે તેઓ બેબી બોય હશે. આ આગાહી સાંભળીને ભારતી અને હર્ષ ખુશીથી ઝૂમવા લાગ્યા હતા.

Published On - 9:45 am, Sun, 21 February 21