ભાગલપુર, બિહારનો (Bihar) રહેવાસી આકાશ સિંહ કલર્સ ટીવીના લોકપ્રિય ટેલેન્ટ રિયાલિટી શો ‘હુનરબાઝ’ (Hunarbaaz) સીઝન 2022નો વિજેતા બન્યો છે. પોલ પર લટકીને સ્ટંટ કરનાર આકાશ સિંહે (Aakash Singh) શરૂઆતથી જ જજીઝની સાથે દેશભરના લોકોના દિલ જીતી લીધા હતા. આજે યોજાયેલા ટેલેન્ટ રિયાલિટી શોના ફિનાલેમાં, વિજેતાની પસંદગી કરવાનો નિર્ણય નિર્માતાઓ દ્વારા સંપૂર્ણપણે લોકોને સોંપવામાં આવ્યો હતો. 3 મહિના સુધી ચાલતા શોના આજના છેલ્લા એપિસોડમાં નક્કી કરવામાં આવ્યું હતું કે યો હાઈન્સ, સુખદેવ, આકાશ સિંહ, હાર્મની ઓફ ધ પાઈન્સ ઓર્કેસ્ટ્રા, રોકનામા સૂફી રોક બેન્ડ, સંચિતા ઔર સુબ્રતમ અને અનિર્બાન હુનરબાઝમાંથી એક વિજેતા હશે.
પ્રથમ સિઝનની પ્રથમ ટ્રોફી કોને આપવી એ લોકોએ નક્કી કર્યું હતું. ટ્રોફીની સાથે આકાશ સિંહને 15 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે. Tv9 Bharatvarsh સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં આકાશે કહ્યું કે, ઈનામની રકમથી તે ગામમાં તેની માતા અને પિતા માટે એક સરસ ઘર બનાવવા માંગે છે. આકાશનું ઘણાં વર્ષોથી પોતાનું પાકું ઘર બનાવવાનું સપનું હતું. હવે તેનું આ સપનું તેના અપ્રતિમ કૌશલ્યના કારણે પૂરું થવા જઈ રહ્યું છે. આકાશ સિંહ પોતાની જીતથી ઘણો ખુશ છે.
હુનરબાઝની સફરમાં આકાશે આખી સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. પોતાની પ્રતિભાની સાથે સાથે તે પોતાના સ્વભાવથી દરેકના દિલ જીતવામાં પણ સફળ રહ્યો છે. આ દરમિયાન, શોની હોસ્ટ, ભારતી સિંહ, પોતાના પરિવારથી દૂર રહીને લંગરના ભોજનમાંથી પોતાનું ગુજરાન ચલાવતા આકાશ માટે ઘરે બનાવેલું ભોજન જાતે લાવી હતી. તો ‘હુનરબાઝ’ની જજ પરિણીતી ચોપરાએ આકાશને પોતાનો ભાઈ માની લીધો છે. બોલિવૂડની આ અભિનેત્રીએ આ સમગ્ર પ્રવાસમાં આકાશને આગળ વધવા માટે ખૂબ પ્રોત્સાહિત કર્યા છે. પરિણીતી પણ તેના ભાઈની જીતથી ઘણી ખુશ દેખાતી હતી.
‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની 8 સીઝન પછી સોની ટીવી પર શિફ્ટ થયા પછી કલર્સ ટીવીએ ‘હુનરબાઝ’ શ્રેણી શરૂ કરી હતી. જેમાં, મિથુન ચક્રવર્તી, પરિણીતી ચોપરા અને કરણ જોહર આ રિયાલિટી શોમાં પહેલીવાર જજ તરીકે સાથે દેખાયા હતા. પરિણીતી ચોપરા માટે આ શો ખૂબ જ ખાસ હતો કારણ કે તેણે ટીવીની દુનિયામાં ‘હુનરબાઝ’થી ડેબ્યૂ કર્યું હતું. તેની નવી શૈલીએ શોને ખૂબ જ મનોરંજક બનાવ્યો છે. આજે યોજાયેલા ફિનાલેમાં ‘યો હાઈનેસ’ અને આકાશ વચ્ચે વોટ માટે જોરદાર જંગ જામ્યો હતો, પરંતુ જનતાએ આકાશ સિંહને સૌથી વધુ વોટ આપીને આ સિઝનમાં આકાશે જીત મેળવી હતી.
આ પણ વાંચો – ટીવી સિરિયલોને ડેઈલી સોપ શા માટે કહેવામાં આવે છે ? જાણો તેની પાછળનું રસપ્રદ કારણ