
પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ગુજરાતની મુલાકાતે આવી હતી.

બબીતા ઉર્ફ મુનમુન દત્તાએ તેના સોશિયલ મીડિયામાં અમદાવાદમાં ડિનર લેતા અને અંબાજીમાં મા અંબાના દર્શન કરતી તસ્વીરો શેર કરી હતી.

તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે બબીતા ગુજરાતી થાળીમાં પીરસાયેલું જમણ જોઇને કેટલી ખુશ છે.

બબીતાએ અંબાજીમાં ફેમિલી ફ્રેન્ડ સાથે મા અંબેના દર્શન કર્યા હતા.

અંબાજીથી તસ્વીરો શેર કરતા બબીતાએ પોતાનો અનુભવ લખ્યું હતો. બબીતાએ લખ્યું જય માતા દી, જય અંબે.

બબીતાની તસ્વીરો સાથે એમ પણ લખ્યું હતું કે તે માત્ર દોઢ દિવસની ઉડતી મુલાકાતે ગુજરાત આવી હતી.