બોક્સ ઓફિસ પર ચાલ્યો ‘પૂજા’નો જાદુ, આયુષ્માનની ‘ડ્રીમ ગર્લ 2’એ કરી દીધો કમાલ, વીકેન્ડ પર કરી આટલા કરોડની કમાણી

આયુષ્માન ખુરાના ફરી એકવાર પૂજા તરીકે સિલ્વર સ્ક્રીન પર પાછો ફર્યો છે. આ વખતે અનન્યા પાંડે સાથે તેની જોડી સ્ક્રીન પર જોવા મળી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ચાલો જાણીએ ત્રીજા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી.

બોક્સ ઓફિસ પર ચાલ્યો પૂજાનો જાદુ, આયુષ્માનની ડ્રીમ ગર્લ 2એ કરી દીધો કમાલ, વીકેન્ડ પર કરી આટલા કરોડની કમાણી
film Dream Girl 2 box office collection on weekend
| Edited By: | Updated on: Aug 28, 2023 | 9:23 AM

Dream Girl 2 Box Office Collection Day 3: આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લ 2 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ દિવસોમાં ગદર 2 અને OMG 2 જેવી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં ચાલી રહી છે. બંને ફિલ્મો વચ્ચે પણ ડ્રીમ ગર્લ 2 સારું પ્રદર્શન કરી રહી છે. જોઈ શકાય છે મોટી મોટી ફિલ્મો વચ્ચે પણ ડ્રિમ ગર્લ 2 પહેલા દિવસથી સારો બિઝનેસ કરી રહી છે. ત્યારે રિલીઝના ત્રીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવ્યો છે.

ફિલ્મે ઓપનિંગ ડે એટલે કે શુક્રવારે 10.69 કરોડનો બિઝનેસ કર્યો હતો. પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે કમાણીના આંકડામાં વધારો જોવા મળ્યો હતો. શનિવારે ફિલ્મે 14.02 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્રીજા દિવસે પણ, ડ્રીમ ગર્લ 2 નો જાદુ બોક્સ ઓફિસ પર કામ કરી ગયો છે અને આ ફિલ્મે શરૂઆતના બંને દિવસોની સરખામણીમાં રવિવારે વધુ સારો બિઝનેસ કર્યો છે.

ડ્રીમ ગર્લ 2 બોક્સ ઓફિસ કલેક્શન

Sacnilk ના પ્રારંભિક અહેવાલ મુજબ, ડ્રીમ ગર્લ 2 એ ત્રીજા દિવસે અંદાજે 16 કરોડનો બિઝનેસ કર્યો છે, જે એક સારો આંકડો છે અને તે દર્શાવે છે કે ચાર વર્ષ પછી પણ પૂજાનો ચાર્મ અકબંધ છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2019માં રિલીઝ થયો હતો. લોકોને તે ભાગ ઘણો પસંદ આવ્યો, ત્યાર બાદ હવે મેકર્સ ડ્રીમ ગર્લ 2 લઈને આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડ્રીમ ગર્લ 2 એ ત્રણ દિવસમાં 40.71 કરોડની કમાણી કરી લીધી છે.

પ્રથમ ભાગની કમાણી?

તમને જણાવી દઈએ કે, ડ્રીમ ગર્લ બોક્સ ઓફિસ પર 142.26 કરોડનો બિઝનેસ કર્યો હતો. નુસરત ભરૂચા તેની વિરુદ્ધ ફિલ્મમાં જોવા મળી હતી. જોકે નુસરત ડ્રીમ ગર્લ 2નો ભાગ નથી. આ વખતે તેની સામે અનન્યા પાંડે જોવા મળી છે. આયુષ્માન અને અનન્યાની સાથે આ પહેલી ફિલ્મ છે. આમાં પરેશ રાવલ, વિજય રાજ, રાજપાલ યાદવ પણ દેખાયા છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્ય દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે એકતા કપૂર અને શોભા કપૂર નિર્માતા છે. જો કે આ ફિલ્મ તેના પહેલા ભાગને પાછળ છોડી શકે છે કે કેમ તે જોવાનું રહેશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો