
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શરૂઆતમાં, ઘણા વિવેચકોએ અભિનેત્રીની એક્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા કે તે એક્ટિંગ નથી જાણતી. પરંતુ સમયની સાથે મુનમુન દત્તાએ પોતાની જાતને સાબિત કરી દીધી છે. પરંતુ તેને આ સિરિયલ સિવાય અન્ય કોઇ ખાસ વિકલ્પ મળ્યા નથી.

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પરંતુ તેને દરરોજ ટ્રોલિંગનો શિકાર બનવું પડે છે.તેના દરેક ફોટા પર લોકો નફરતી કોમેન્ટ કરે છે. મુનમુન દત્તાને તારક મહેતાની સૌથી વિવાદાસ્પદ કલાકાર કહીએ તો ખોટું નહીં હોય.

બબીતાજી તરીકે મુનમુન દત્તાની ઈમેજ એટલી ફેમસ છે કે હવે તેમાંથી બહાર આવવું મુશ્કેલ થઈ શકે છે. આજે પણ જ્યારે લોકો મુનમુન દત્તાને જુએ છે ત્યારે તેમના મોંમાંથી અજાણતા જ બબીતા જી નીકળી જાય છે.