આથિયા શેટ્ટી હાલમાં જ અનુષ્કા રંજન અને આદિત્ય સીલના લગ્ન સમારંભમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો હતો.
Follow us on
હાલમાં જ આથિયા શેટ્ટી અનુષ્કા રંજન અને આદિત્ય સીલના લગ્ન સમારંભમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે ખૂબ જ સુંદર લહેંગો પહેર્યો હતો.
તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણી તસવીરો શેર કરી, જેમાં સંગીત, મહેંદી અને છેલ્લે લગ્ન માટેના લહેંગામાં તેનો ગ્લેમરસ બ્રાઈડમેઈડ લુક જોવા મળ્યો હતો.
તસવીરોમાં આથિયા હાફ સ્લીવનું બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે જેના પર ચાંદીની પટ્ટીઓનું વર્ક છે.
મિડ પાર્ટેડ વાળ સાથે તેણે પોનીટેલ હેરસ્ટાઇલ કરી હતી અને સાથે જ હેવી ઇયરિંગ્સ પણ પહેર્યા હતા. આથિયાએ એક નાની બિંદી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.
આથિયાએ રોઝી બ્લશ, ગાલ પર હાઇલાઇટ, મસ્કારા, આંખોમાં કાજલ વડે ગ્લેમ લુક મેળવ્યો હતો.
આ ડ્રેસનો શ્રેય ભારતીય ફેશન ડિઝાઈનર અનિતા ડોંગરે નામની બ્રાન્ડને આપવામાં આવે છે. ડિઝાઇનર વેબસાઇટ પર ગુલાબી સિલ્ક લહેંગા સેટની મૂળ કિંમત રૂ. 1,99,000 છે. આથિયા શેટ્ટીને ફેશન સ્ટાઈલિશ અને ડિઝાઈનર સંજય કુમાર દુહલિયાએ સ્ટાઈલ કરી હતી.