Sridevi સાથે પિતા Boney Kapoorના સંબંધો પર બોલ્યા Arjun Kapoor, કહ્યું મારી માતા સાથે જે થયું તે…

અર્જુન કપૂરે (Arjun Kapoor) હાલમાં જ બોની કપૂર (Boney Kapoor) અને શ્રીદેવી (Sridevi) વચ્ચેના સંબંધો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અર્જુને કહ્યું કે તે એમ નથી કહી શકતો કે તેમની માતા સાથે જે બન્યું તે સાચું હતું.

Sridevi સાથે પિતા Boney Kapoorના સંબંધો પર બોલ્યા Arjun Kapoor, કહ્યું મારી માતા સાથે જે થયું તે...
Sridevi, Boney Kapoor, Arjun Kapoor
| Edited By: | Updated on: May 21, 2021 | 10:07 PM

અર્જુન કપૂરે (Arjun Kapoor) હાલમાં જ બોની કપૂર (Boney Kapoor) અને શ્રીદેવી (Sridevi) વચ્ચેના સંબંધો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અર્જુને કહ્યું કે તે એમ નથી કહી શકતો કે તેમની માતા સાથે જે બન્યું તે સાચું હતું. ખરેખર જ્યારે બોની અને શ્રીદેવી રિલેશનશિપમાં હતા, ત્યારે અર્જુનની માતા મોના શૌરી તેમના પત્ની હતા. અર્જુનની પહેલી ફિલ્મ ઈશાકઝાદે જ્યારે રિલીઝ થવાની હતી, તેના 45 દિવસ પહેલા તેમની માતાનું મૃત્યુ થયુ હતું.

 

 

અભિનેતા તેમની માતાની ખૂબ નજીક હતા અને તેમને તેમની માતાને પતિથી છૂટા થયા પછી ઘણી પીડા સહન કરતા જોયા હતા. બોની જ્યારે શ્રીદેવીની નજીક આવી ગયા હતા અને અર્જુનની માતાથી છુટા થઈ ગયા હતા, ત્યારે અર્જુનના પિતા સાથેના સંબંધોમાં પણ બગડી ગયા હતા. જોકે, શ્રીદેવીના અવસાન પછી અર્જુને તેમના પિતાને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. તેમણે તેમના પુત્રની તમામ ફરજો સારી રીતે નિભાવી હતી.

 

 

અર્જુને આ વિશે એક ઈન્ટરવ્યુમાં વાત કરતી વખ્તે કહ્યું ‘તે સમયે મારી માતાના સંસ્કારો મારા મગજમાં આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે ગમે તેટલી સમસ્યાઓ આવે, હંમેશાં તારા પિતાનો સાથ આપજે. મારા પિતાને બીજી વખત પ્રેમ થઈ ગયો હતો અને હું તે વાતનું સન્માન કરું છું કારણ કે પ્રેમ ખૂબ કોમ્પલેક્સ હોય છે અને આપણે પાગલ જ હશું, જે વર્ષ 2021માં બેસીને કહેશે કે પ્રેમ ફરીથી ન થઈ શકે. ‘

 

અર્જુને કહ્યું, ‘તમે કોઈને પણ પ્રેમ કરી શકો છો અને તે પછી પણ તમે કોઈ બીજાના પ્રેમમાં પડી શકો છો અને બધા તેને સમજે છે. હું એમ નહીં કહીશ કે મારા પિતાએ જે કર્યું હતું તે પણ યોગ્ય છે કારણ કે એક બાળક તરીકે મને તે સમયે ખૂબ જ ખરાબ લાગ્યું હતું. હું કહી શકું નહીં કે તે ઠીક છે.’

 

તેમની દાદીની આ ઈચ્છા પૂરી નથી કરી શકતા અર્જુન

 

થોડા દિવસો પહેલા અર્જુને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘મારી દાદીની ઈચ્છા છે કે તે તેમના પૌત્રનાં બાળકોને જોવા માંગે છે. પરંતુ હું તેમને આપી શકતો નથી. હવે બીજા કપૂર પરિવારના ચિરાગોએ તેમની ઈચ્છા પૂરી કરવાની રહેશે. અર્જુનની આ કમેન્ટ કઝિન બહેન સોનમ કપૂરની તરફ તો ઈશારો નથી ને. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સોનમ અને આનંદે લગ્નની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરી છે.’

 

અર્જુનની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તાજેતરમાં જ તેમની ફિલ્મ સરદાર કા ગ્રૅન્ડ સન (Sardar Ka Grandson) રિલીઝ થઈ છે. જેમાં તેમની સાથે રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને નીના ગુપ્તા (Neena Gupta) મુખ્ય ભૂમિકામાં છે.

 

આ પણ વાંચો: Video : Sushant Singh Rajput ના બેસ્ટ ફ્રેન્ડ મહેશ શેટ્ટીના જન્મદિવસ પર Ankita Lokhande એ બિલ્ડીંગમાં મચાવી ધમાલ

Published On - 10:05 pm, Fri, 21 May 21