Archana Puran Singh Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે અર્ચના, કપિલના એક એપિસોડ માટે લે છે અટલા લાખ

|

Aug 18, 2021 | 10:10 PM

અર્ચના પૂરન સિંહ છેલ્લા 30 વર્ષથી બોલિવૂડ અને ટીવીની દુનિયામાં કામ કરી રહી છે. ચાલો આજે જાણીએ કે અભિનેત્રી કપિલ શર્મામાં 1 એપિસોડના શૂટિંગ માટે કેટલો ચાર્જ કરે છે. જ્યાં અભિનેત્રી પાસે આ સમયે કેટલા કરોડની સંપત્તિ છે.

Archana Puran Singh Net Worth : કરોડોની સંપત્તિની માલિક છે અર્ચના, કપિલના એક એપિસોડ માટે લે છે અટલા લાખ
Archana Puran Singh (The Kapil Sharma Show)

Follow us on

બોલિવૂડની ફિલ્મો અને ટીવી શોમાં ચમકી ચૂકેલી અભિનેત્રી અર્ચના પૂરન સિંહ (Archana Puran Singh) ને આજે કોઈ ઓળખની જરુર નથી. ખૂબ જ જલ્દી અભિનેત્રી આપણને ધ કપિલ શર્મા શોની ત્રીજી સીઝનમાં જોવા મળશે. જ્યાં તે આ શોમાં આપણને ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરતી જોવા મળશે. આજે અમે અભિનેત્રીના અંગત જીવન વિશે નજીકથી વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં આજે અમે તમને જણાવીશું કે અભિનેત્રીની કુલ નેટવર્થ કેટલી છે. અર્ચના 57 વર્ષની છે. એક અહેવાલ અનુસાર, અભિનેત્રીની કુલ નેટવર્થ લગભગ 222.343 કરોડ આસ પાસ છે.

અર્ચના લાંબા સમયથી બોલિવૂડની ફિલ્મોમાં કામ કરી રહી છે, જ્યાં તેમણે ઘણી સિરિયલોમાં પણ જોરદાર કામ કર્યું છે. જે બાદ તેઓ હવે કપિલના શો સાથે જોડાઈ ગયા છે. કપિલના શોમાં જજની ખુરશી પર બેસીને હસવા માટે અર્ચના કેટલાય લાખ રૂપિયા ચાર્જ કરે છે, મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેત્રી એક એપિસોડના શૂટિંગ માટે 10 લાખ રુપિયા લે છે. માત્ર શો પર બેસવા માટે અર્ચનાને આટલી મોટી રકમ મળે છે. જે આશ્ચર્યજનક છે. અર્ચના પાસે પોતાનો વૈભવી બંગલો છે જેમાં તે તેના આખા પરિવાર સાથે રહે છે.

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ તેના ટીવી કરિયરની શરૂઆત વર્ષ 1993 માં ઝી ટીવી પર શરૂ થયેલ તેમનો શો “વાહ ક્યા સીન હૈ” થી કરી હતી. તેમનો આ શો તે વર્ષે ટીવી પર સૌથી હિટ શો સાબિત થયો હતો.

 

 


પોતાનું જીવન

અર્ચના પાસે મુંબઈના મડ આઇલેન્ડમાં એક મોટો બંગલો છે, જેમાં તેઓ પરિવાર સાથે રહે છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ 1992 માં પરમીત સેઠી સાથે લગ્ન કર્યા હતા. પોતાની પ્રેમ કહાની વિશે વાત કરતા અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેમના લગ્ન કોઈ સરળ લગ્ન નહોતા, તેમણે ઘરેથી ભાગીને પરમીત સેઠી સાથે લગ્ન કર્યા હતા. અર્ચનાના પતિ પરમીત સેઠી અભિનેતા અને દિગ્દર્શક રહ્યા છે. જ્યાં તેમણે 2010 માં રિલીઝ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ બદમાશ કંપની ( Badmaash Company) નું નિર્દેશન પણ કર્યું હતું. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

 

 


અર્ચના અને પરમીતને બે બાળકો છે. તે બધા રોયલ લાઈફ જીવવું પસંદ કરે છે. જેના કારણે તેમણે મુંબઈથી થોડે દૂર મડ આઈલેન્ડમાં પોતાનું ઘર લીધું છે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ શૂટિંગ સુધી પહોંચવા માટે દરરોજ 4 કલાક પહેલા પોતાના ઘરેથી નીકળવું પડે છે. અર્ચનાએ તેમના અંગત બ્લોગમાં આ વિશે ઘણી વખત જણાવ્યું છે. અર્ચના સતત બહેતરીન કામ કરી રહી છે.

Next Article