અનુષ્કા શર્માએ ભર્યુ ક્રાંતિકારી પગલું, નિર્ણયની ખુબ થઇ રહી છે વાહવાહી

અનુષ્કા શર્માએ તેમની ફિલ્મ્સના સેટ પર Waste Segregation એટલે કે કચરાને અલગ કરવાની પહેલ કરી છે. અનુષ્કા શર્મા આવું કરનારી પ્રથમ નિર્માતા બની છે.

અનુષ્કા શર્માએ ભર્યુ ક્રાંતિકારી પગલું, નિર્ણયની ખુબ થઇ રહી છે વાહવાહી
અનુષ્કા શર્મા
| Edited By: | Updated on: Feb 07, 2021 | 2:55 PM

કોરોના વાયરસના સમયમાં અનુષ્કા પોતાનાપ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મસ હેઠળ સારી ફિલ્મ અને વેબ સિરીઝ બનાવી છે. આ બાદ હવે અનુષ્કા શર્માએ તેમની ફિલ્મ્સના સેટ પર Waste Segregation એટલે કે કચરાને અલગ કરવાની પહેલ કરી છે. અનુષ્કા શર્મા આવું કરનારી પ્રથમ નિર્માતા બની છે. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઇન્ડસ્ટ્રીમાં બેંચમાર્ક સેટ કરી રહી છે અને તેના આ કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આ વિશે વાત કરતાં અનુષ્કા શર્માએ કહ્યું , ‘ફિલ્મ્સના સેટ પર વેસ્ટ સેગરેગેશન ઘણાં પરિવર્તન લાવી શકે છે. મને ખુશી છે કે અમારા બેનર હેઠળ બનેલી ફિલ્મોના સેટ પર આ કરીશું. પર્યાવરણને બચાવવા ખૂબ જ મોટી જરૂરિયાત છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેના માટે ઘણું બધુ કરી શકે છે. સાથે સાથે ઘણી જાગૃતિ પણ ફેલાવી શકે છે. અમને થોડા સમય પહેલા કચરો અલગ રાખવાની જરૂરિયાત અનુભવાઈ હતી. અને અમને ખુશી છે કે મહામારીના સમયમાં અમે આવું કરવા જઈ રહ્યા છીએ.’

શું કહ્યું અનુષ્કાના ભાઈએ 

અનુષ્કા શર્માના ભાઇ અને ક્લીન સ્લેટ ફિલ્મસના પાર્ટનર કર્નેશ શર્માએ પણ કહ્યું, ‘મેં અને અનુષ્કાએ ક્લીન સ્લેટ ફિલ્મસ શરૂ કર્યું હતું. એમાં અમે ઘણા પરિવર્તન લાવવા માંગીએ છીએ. આમાં એક મોટી બાબત એ છે કે ફિલ્મ્સના સેટ પરનો કચરો ઓછો કરવો. અને કચરો અલગ કરવાની પણ સમયની આવશ્યકતા છે. અમે આ માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.

કર્નેશે વધુમાં કહ્યું કે, “અમારી ઇન્ડસ્ટ્રી હંમેશા વૈશ્વિક ઇન્ડસ્ટ્રી પાસેથી શીખતા હોઈએ છીએ. અમે ભારતમાં પણ જુદી જુદી વસ્તુઓની શરૂઆત કરી રહ્યા છીએ. આપણે નાની વસ્તુઓમાંથી મોટા, સકારાત્મક અને અસરકારક બદલાવ લાવી શકીએ છીએ. ક્લીન સ્લેટ ફિલ્મસના સેટ પર કચરો અલગ કરવાનું કલ્ચર શરુ કરવા જઈ રહ્યા છીએ. આ આપણા પર્યાવરણના હિતાર્થે હશે. એક ઇન્ડસ્ટ્રી તરીકે સતત વધુ સારા થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને ખાતરી છે કે દરેક તેને આગળ પણ અપનાવશે.”