Anushka Sharmaનું મીરાબાઈ ચાનૂંના ટોક્યો ઓલિમ્પિક્સ વાળા ઇયરિંગ્સ પર આવ્યું દિલ, ભાવુક કરવા વાળુ છે કારણ

હવે તમે વિચારતા જ હશો કે મીરાબાઈ ચાનૂંની આ ઇયરિંગ્સમાં આવું શું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે અને અનુષ્કાનું દિલ પણ તેમના ઇયરિંગ્સ પર આવી ગયું છે. ચાલો તમને જણાવી દઈએ...

Anushka Sharmaનું મીરાબાઈ ચાનૂંના ટોક્યો ઓલિમ્પિક્સ વાળા ઇયરિંગ્સ પર આવ્યું દિલ, ભાવુક કરવા વાળુ છે કારણ
Mirabai Chanu, Anushka Sharma
| Edited By: | Updated on: Jul 25, 2021 | 11:09 PM

ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) માં સિલ્વર મેડલ જીતીને મીરાબાઈ ચાનૂં (Mirabai Chanu) એ ન માત્ર તેમના પરિવારનું પરંતુ દેશનું નામ પણ રોશન કર્યું છે. મીરાબાઈને મેડલ જીતવા બદલ બોલીવુડની તમામ હસ્તીઓએ અભિનંદન પાઠવ્યા હતા. અનુષ્કા શર્મા (Anushka Sharma) મીરાબાઈ ચાનુની રમતની દિવાની તો થઈ, પરંતુ સાથે તેમનું દિલ ઓલિમ્પિયનના ઇયરિંગ્સ પર પણ આવી ગયું. અનુષ્કા શર્માએ મીરાબાઈને અભિનંદન આપતી વખતે, તેમના ચાહકોનું ધ્યાન તેમના ઇયરિંગ્સ તરફ દોર્યું, કારણ કે આ ઇયરિંગ્સ મીરાબાઈ ચાનૂંના હૃદયની ખૂબ નજીક છે.

મીરાબાઈ ચાનૂંને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા અનુષ્કા શર્માએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે પોસ્ટ શેર કરી હતી. એક પોસ્ટમાં તેમણે મીરાબાઈના ફોટો સાથે લખ્યું હતું – આપકી ખુબસુરતી… પોતાની બીજી પોસ્ટમાં અનુષ્કાએ એક સમાચાર શેર કર્યા હતા જેમાં મીરાબાઈ ચાનૂંના ઇયરિંગ્સ વિશે વાત કરવામાં આવી હતી. આ સમાચાર શેર કરતાં અનુષ્કાએ લખ્યું – This Is…

અહીં જુઓ અનુષ્કા શર્માની પોસ્ટ

 

હવે તમે વિચારતા જ હશો કે મીરાબાઈ ચાનૂંની આ ઇયરિંગ્સમાં આવુ શું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે અને અનુષ્કાનું દિલ પણ તેમના ઇયરિંગ્સ પર આવી ગયું છે. ચાલો તમને જણાવી દઈએ કે મીરાબાઈ ચાનૂંના આ ઇયરિંગ્સ તેમના હૃદયની ખૂબ નજીક છે, કારણ કે તેમને તે તેમની માતા તરફથી ગિફ્ટમાં મળ્યા હતા.

મીરાબાઇની માતાએ આ ઇયરિંગ્સ માટે પાંચ વર્ષ પહેલાં પોતાના દાગીના વેચ્યા હતા. અપેક્ષા રાખવામાં આવી હતી કે આ ઇયરિંગ્સ મીરાબાઈ ચાનૂં માટે ગુડ લક લાવશે, પરંતુ તે થયું નહીં. રિયો 2016 ની રમતોમાં તેઓ ચૂકી ગયા હતા, પરંતુ હવે સખત મહેનત અને માતાના આશીર્વાદથી, તેમણે ટોક્યો ઓલિમ્પિક્સમાં જીત પ્રાપ્ત કરી.

માતાએ તેમના દાગીના વેચીને બનાવ્યા હતા આ ઇયરિંગ્સ

આ ઇયરિંગ્સ વિશે મીરાબાઈ ચાનૂંની માતાએ એક અહેવાલમાં વાત કરતાં કહ્યું હતું કે – મેં આ ઇયરિંગ્સ ટીવી પર જોયા હતા. 2016 ના રિયો ઓલિમ્પિક્સ પહેલા મે તેને આ ભેટ આપી હતી. મેં તેને મીરાબાઈ માટે પોતાની પાસે રાખેલ સોનું અને કેટલીક બચતની સહાયથી બનાવી હતી, કે જેથી તે તેના જીવનમાં નસીબ અને સફળતા લાવે.

પુત્રીની આ જીત પર માતા અને પિતા બંનેની આંખોમાં આંસુ હતા. મીરાબાઈના પિતાએ ભીની આંખોથી પુત્રીના વિજયની ખુશી વ્યક્ત કરતી વખતે કહ્યું હતું કે – જ્યારે મેં આ બધું જોયું ત્યારે મારી આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા અને તે સમયે પણ જ્યારે તેણે મેડલ જીત્યો. તેની મહેનતે તેને સફળતા અપાવી છે.