પુત્રી વામિકાને જન્મ આપ્યા બાદ Anushka Sharmaની લેટેસ્ટ સેલ્ફી થઈ રહી છે વાયરલ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021 ના ​​રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેની પુત્રીની પહેલી ઝલક બતાવતાં તેણે ચાહકોને કહ્યું કે તેની નાની પરીનું નામ વામિકા છે.

પુત્રી વામિકાને જન્મ આપ્યા બાદ Anushka Sharmaની લેટેસ્ટ સેલ્ફી થઈ રહી છે વાયરલ
Anushka Sharma
| Edited By: | Updated on: Feb 07, 2021 | 2:30 PM

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021 ના ​​રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેની પુત્રીની પહેલી ઝલક બતાવતાં તેણે ચાહકોને કહ્યું કે તેની નાની પરીનું નામ વામિકા છે. આ પોસ્ટ પછી અનુષ્કાએ હવે તેની એક સેલ્ફી શેર કરી છે, જેમાં તે ફીટ લાગી રહી છે. તેણે કહ્યું કે આ દિવસોમાં તે કેવા કપડા પહેરી રહી છે.

તેનો ફોટો શેર કરતી વખતે અનુષ્કા શર્માએ કેપ્શનમાં લખ્યું હતું કે, “કરેંટ ફેવરેટ એક્સેસરી- બર્પ ક્લોથ!

 

અભિનેત્રીએ બ્લેક-વ્હાઇટ કલરનું કોમ્બિનેશન વાળું ટોપ પહેરેલું છે અને તે જ કલરનું જૈગિંગ પહેર્યું હતું. દીકરીને જન્મ આપ્યા બાદ તે ફીટ જોવા મળે છે.

અનુષ્કા-વિરાટે દીકરીની પહેલી ઝલક બતાવી હતી

તમને જણાવી દઈએ કે અગાઉ વિરાટ અને અનુષ્કાએ તેમની પુત્રી વામિકાનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અનુષ્કાએ શેર કરેલી આ તસવીરના જવાબમાંં, કોહલીએ લખ્યું છે – ‘મારી આખી દુનિયા એક ફ્રેમમાં’.