VIDEO: વેસ્ટઇન્ડિઝમાં વિરાટ સંગ અનુષ્કાની યૉટ પાર્ટી, આ ક્રિકેટર્સ પણ જોવા મળ્યા

પાવર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વેસ્ટઇન્ડિઝમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. કપલની યૉટ પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિરાટ-અનુષ્કા સાથે ક્રિકેટર આર અશ્વિન, મયંક અગ્રવાલ અને કેઅલ રાહુલ જોવા મળ્યા. કેઅલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર યૉટ પાર્ટીનો વીડિયો શેર કરી લખ્યું છેકે, Endless Blues. આ યૉટ પાર્ટીમાં સ્ટાર્સનો કેઝ્યુઅલ લૂક […]

VIDEO: વેસ્ટઇન્ડિઝમાં વિરાટ સંગ અનુષ્કાની યૉટ પાર્ટી, આ ક્રિકેટર્સ પણ જોવા મળ્યા
| Updated on: Aug 27, 2019 | 2:01 PM

પાવર કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વેસ્ટઇન્ડિઝમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. કપલની યૉટ પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વિરાટ-અનુષ્કા સાથે ક્રિકેટર આર અશ્વિન, મયંક અગ્રવાલ અને કેઅલ રાહુલ જોવા મળ્યા. કેઅલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર યૉટ પાર્ટીનો વીડિયો શેર કરી લખ્યું છેકે, Endless Blues. આ યૉટ પાર્ટીમાં સ્ટાર્સનો કેઝ્યુઅલ લૂક હતો.

 

વેસ્ટઇન્ડિઝના કે એન્ટીગુઆ આઇલેન્ડના જોલી હાર્બરમાં સેલેબ્સના આ મસ્તીભર્યા અંદાજને ફેન્સ પસંદ કરી રહ્યા છે. થોડાક દિવસ પહેલા વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથેના દરિયા કિનારે એન્જોય કરતા ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં બંનેની કમાલની કેમેસ્ટ્રી જોવા મળી.

 

વેસ્ટઇન્ડિઝ સિરીઝના બીઝી શિડ્યુલની વચ્ચે વિરાટ-અનુષ્કા એકબીજા સાથે સમય પસાર કરવાનો મોકો શોધી જ લે છે. ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન પણ અનુષ્કા વિરાટ સાથે જોવા મળી હતી.

Follow Us