બોલીવુડના જાણીતા નિર્માતા-નિર્દેશક અને એક્ટર અનુરાગ કશ્યપ(Anurag Kashyap) આજકાલ તેની નવી તસ્વીરને લઈને ચર્ચામાં છે. અનુરાગ કશ્યપને છાતીમાં દુખાવા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાદ હાર્ટ સર્જરી (Heart surgery)કરવામાં આવી હતી. અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે ( Aaliyah Kashyap) સોશિયલ મીડિયા પર તેના પિતા અનુરાગ કશ્યપની એક ઝલક શેર કરી છે.
જો કે હવે અનુરાગ કશ્યપને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દીધું છે. હાલ તે ઘરે આરામ કરી રહ્યો છે. આ દરમિયાન તેની લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ લેટેસ્ટ તસ્વીરમાં અનુરાગ કશ્યપને ઓળખવું મુશ્કેલ બનશે.
અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે સોશિયલ મીડિયા પર તેના પિતા અનુરાગ કશ્યપની એક ઝલક શેર કરી છે. આલિયાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વિડિઓ સ્ટોરી શેર કરી છે જેમાં અનુરાગનો લૂક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. એન્જીયોપ્લાસ્ટી પછી તેની દાઢી વધ ગઈ છે. છે અને આઈબ્રો પણ ઘણી વધેલી નજરે ચડે છે. આ વીડિયોમાં અનુરાગ બ્લુ ટીશર્ટ અને ગળામાં બ્લેક માસ્ક લટકાવેલો નજરે ચડે છે.
વીડિયોમાં આલિયા અનુરાગ કશ્યપના ચહેરાને ઝૂમ કરે છે અને પછી તે કહે છે, ‘હું જોઈ શકતો નથી.’ આટલું કહેતા જ હસવાનો અવાજ આવે છે. સોશિયલ મીડિયા અનુરાગ કશ્યપનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નિર્માતા-દિગ્દર્શક અને આલિયા કશ્યપના ફેન્સ તેના વીડિયોને ખૂબ પસંદ કરે છે .
અનુરાગ કશ્યપની પ્રવક્તાએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની પુષ્ટિ કરી છે. પ્રવક્તાએ કહ્યું હતું કે ‘અનુરાગની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેઓને પહેલાં કરતાં વધુ સારું લાગે છે. ડોક્ટર તેને આરામ કરવાનું કહ્યું. થોડા સમય આરામ કર્યા પછી જ તે ફિલ્મ્સનું શૂટિંગ શરૂ કરશે. ‘
48 વર્ષીય અનુરાગ કશ્યપે થોડા સમય પહેલા તેની આગામી ફિલ્મ દોબારાનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મમાં તાપ્સી પન્નુ મુખ્ય ભૂમિકામાં છે. તાપસી અને અનુરાગ અગાઉ ‘મનમરજિયા’ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા હતા.