એક અકસ્માતે બદલી નાખી આ સ્ટાર્સની જીંદગી, જાણો કોણ-કોણ છે આ સ્ટાર્સ

બોલીવુડમાં ઘણા કલાકારો છે. જેને પોતાની પહેલી ફિલ્મથી જ રાતો રાત સફળતા મળી હતી. જેની સફળતા જોઈને એવું લાગી રહ્યું હતું કે આ વ્યક્તિની કારકીર્દી લાંબી ચાલશે. પરંતુ તેઓ રાતોરાત ગાયબ થઈ ગયા અને તેમની કારકીર્દી પણ ખત્મ થઈ ગઈ.

| Edited By: | Updated on: Aug 11, 2021 | 10:16 PM
4 / 9
જોશ ફિલ્મમાં પોતાના અભિનયથી બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનને પણ પાછળ છોડનારા ચંદ્રચૂડને ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ વર્ષ 2000માં થયેલાં એક અકસ્માતે તેની કારકિર્દી પર ખૂબ જ ખરાબ અસર કરી હતી. આ અકસ્માતને કારણે તેમના ખભા પર ગંભીર ઈજા થઈ હતી, જેને મટાડવામાં ઘણો સમય લાગ્યો હતો.  ચંદ્રચૂડ સિંહ લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર પરત ફર્યા હતાં.

5 / 9
રાગેશ્વરી 2000માં કોન્સર્ટ માટે વીડિયો આલ્બમ બનાવવાની યોજના બનાવી રહી હતી, પરંતુ શૂટિંગ દરમિયાન તેણીને મેલેરિયા થઈ ગયો. એક અઠવાડિયા પછી તેણીને બેલ્સ પાલ્સી હોવાનું નિદાન થયું. આ સમય દરમિયાન તેને લકવો થયો અને તેની ડાબી બાજુના અંગે કામ કરવાનું બંધ કરી દીધું. જોકે લાંબી સારવાર બાદ તેને નવું જીવન મળ્યું, પરંતુ તેણે બોલીવુડને છોડી દીધુ. રાગેશ્વરી અભિનેત્રી હોવા ઉપરાંત તે એક મહાન ગાયિકા પણ છે, જેણે આંખે અને મેં ખિલાડી તુ અનાડી જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે.

6 / 9
બોલીવુડની જાણીતી અભીનેત્રી ઝીન્નત અમાનની કારકિર્દી જેટલી સફળ રહી તેનું અંગત જીવન એટલું જ સંઘર્ષમય રહ્યું છે. બોલ્ડ અને મજબૂત પાત્ર ભજવનાર ઝીનત અમાન ઘરેલુ હિંસાનો શિકાર બની હતી. રિપોર્ટ્સ અનુસાર, ઝીનત અમાન સંજય ખાન સાથે રિલેશનશિપમાં હતી. એવું કહેવાય છે કે એક દિવસ સંજય ખાનનો પોતાનો ગુસ્સા પર કાબુ ન રહ્યો અને તેમણે ઝીનત અમાન પર હાથ ઉપાડ્યો. આ કારણે ઝીનત અમાનની આંખ ખરાબ થઈ ગઈ. આની તેની ખરાબ અસર કારકિર્દી પર પડી અને તેને નવાં પ્રોજેક્ટ્સ મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

7 / 9
દક્ષિણની ખ્યાતનામ અભિનેત્રી સૌંદર્યાએ બોલીવુડમાં પોતાની પહેલી ફિલ્મથી જ નામના મેળવી. જ્યારે ટીવી પર સુર્યવંશમ ફિલ્મ આવે છે, ત્યારે સૌંદર્યાની યાદ અચૂક આવી જ જાય છે. દક્ષિણ અને હિન્દી સિનેમામાં પોતાનું નામ બનાવનાર સૌંદર્યાએ નાની ઉંમરે વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

8 / 9
જસપાલ ભટ્ટી (Jaspal Bhatti)કોમેડીની દુનિયામાં મોટું નામ હતું. જસપાલ ભટ્ટીએ પણ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. જસપાલ ભટ્ટીની દુનિયામાંથી વિદાય હાસ્ય કલાકારો માટે મોટો આંચકો હતો.

9 / 9
આશિકી ગર્લ અનુ અગ્રવાલ (Anu Aggarwal) પોતાની પહેલી જ ફિલ્મથી છવાઈ ગઈ હતી. પહેલી જ ફિલ્મથી તેની ગણના બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રીઓમાં કરવામાં આવી હતી, પરંતુ તેના ભાગ્યમાં કંઈક બીજું જ લખાયેલું હતું. વર્ષ 1999માં એક પાર્ટીમાંથી પરત ફરતી વખતે અનુ અગ્રવાલ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ તે 29 દિવસ સુધી કોમામાં રહ્યા હતા. જ્યારે તે હોંશમાં આવી ત્યારે તેમણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી હતી. આ પછી તેને યોગ કેન્દ્રમાં લાંબી સારવાર આપવામાં આવી. પરંતુ કમનસીબે અનુ અગ્રવાલને બધું યાદ આવ્યું ત્યાં સુધીમાં તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હતી.

Published On - 9:43 pm, Wed, 11 August 21