વર્ષો બાદ શાનદાર કલાકાર એકસાથે: આ ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, ડેની, બમણ ઈરાની અને અનુપમ ખેર

અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, પરિણીતી ચોપરા, સારિકા, ડેની ડેન્ઝોંગ્પા અને અનુપમ ખેર એક જ ફિલ્મમાં જોવા મળશે. જી હા સૂરજ બરજાત્યાની આગમી ફિલ્મ ધમાકેદાર બનવા જઈ રહી છે.

વર્ષો બાદ શાનદાર કલાકાર એકસાથે: આ ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, ડેની, બમણ ઈરાની અને અનુપમ ખેર
Amitabh bachchan reunites with danny denzongpa, anupam kher in sooraj barjatya movie oonchai
| Edited By: | Updated on: Sep 12, 2021 | 10:44 AM

અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને પરિણીતી ચોપરાની સાથે હવે બે સૂરજ બરજાત્યાની આગામી ફિલ્મમાં દિગ્ગજ કલાકારો જોડાઈ ગયા છે. જી હા ડેની ડેન્ઝોંગ્પા અને સારિકાનું નામ હવે ફિલ્મ ઊંચાઈ સાથે જોડાઈ ગયું છે.

અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને પરિણીતી ચોપરાની સાથે હવે બે દિગ્ગજ કલાકારોને સૂરજ બરજાત્યા (Sooraj Barjatya) આગામી ફિલ્મમાં જોવા મળશે. જી હા ફિલ્મ ઊંચાઈના (Oonchai) કલાકારોમાં બે મોટા નામ ઉમેરાઈ ગયા છે. આ ફિલ્મમાં ડેની ડેન્ઝોંગ્પા (Danny Denzongpa) વર્ષો બાદ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે કામ કરવા જઈ રહ્યા છે. ડેની ઉપરાંત અભિનેત્રી સારિકાનું નામ પણ આ ફિલ્મ સાથે જોડાયું છે, જે લાંબા સમય બાદ ફિલ્મી પડદા પર કમબેક કરવાની તૈયારી કરી રહી છે.

હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈં જેવી ઉત્તમ અને પારિવારિક ફિલ્મો બનાવનાર ફિલ્મ સર્જક સૂરજ બરજાત્યા નિર્દેશક તરીકે પોતાની સાતમી ફિલ્મ ઊંચાઈ માટે તૈયારી કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન, પરિણીતી ચોપરા, અનુપમ ખેર અને બોમન ઈરાની સાથે સારિકા અને ડેની ડેન્ઝોંગ્પા પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓક્ટોબરમાં શરૂ થશે. શૂટિંગના પહેલા 40 દિવસોનું સ્થાન નેપાળમાં રાખવામાં આવ્યું છે.

ચાર મિત્રોની વાર્તા

રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ ચાર મિત્રોના જીવનની એક સુંદર વાર્તા પર આધારિત હશે. આ મિત્રોની ઉંમર 60 થી ઉપર બતાવવામાં આવશે. આ ચાર મિત્રો હશે – અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, ડેની ડેન્ઝોંગ્પા અને બોમન ઈરાની. સારિકા અને પરિણીતી સિવાય નીના ગુપ્તા પણ ફિલ્મના પાત્રોમાં સામેલ છે.

નેપાળના શૂટિંગ પછી, મુંબઈ અને દિલ્હીમાં શૂટિંગનું શિડયુલ રાખવામાં આવશે અને પછી આ ફિલ્મના શૂટિંગને આખરી ઓપ આપવામાં આવશે. આ ફિલ્મ પાંચ મહિનાના સમયગાળામાં શૂટ કરવામાં આવશે અને માર્ચ 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

ફિલ્મ ‘ઊંચાઈ’ પછી, સૂરજ તેના મેરીડ ડ્રામા પ્રોજેક્ટ પર કામ કરશે, જેમાં સલમાન ખાન જોવા મળશે. આ એક લવ સ્ટોરી હશે. માનવામાં આવે છે કે આ ફિલ્મમાં પણ સલમાન ખાનનું નામ પ્રેમ હોઈ શકે છે. આ ફિલ્મ સૂરજ બરજાત્યાએ લોકડાઉન દરમિયાન લખી હતી, પરંતુ તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ તેના વિચાર કરી રહ્યા હતા. એવી અપેક્ષા છે કે ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થઈ શકે છે. જ્યારથી આ ફિલ્મ વિશે સમાચાર સામે આવ્યા છે, સલમાન ખાનના ચાહકોમાં આ ફિલ્મ વિશે ઉત્સુકતા જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: Ganpati Visarjan : શિલ્પા શેટ્ટીના ઘરે થયું દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું વિસર્જન, જુઓ તસ્વીરો

આ પણ વાંચો: Dance Deewane 3: આ જોડીએ જીતી લીધું યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડીઝનું દિલ, જાણો શો વિશે રસપ્રદ વાતો