Amitabh Bachchan New Poem: Big B ના અવાજમાં અમર રહેશે આ કવિતા, સાંભળીને તમે પણ હચમચી જશો

|

Aug 24, 2021 | 10:44 AM

અમિતાભ બચ્ચનની આ કવિતાની અદભૂત કવિતાની રજૂઆત ચેહરે ફિલ્મના બાકીના સ્ટાર્સ પર ભારે પડવા જઈ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત ઇમરાન હાશ્મી અને અન્નુ કપૂર પણ પોતાની એક્ટિંગથી અમિતાભ બચ્ચન સાથે સ્પર્ધા કરવા જઈ રહ્યા છે.

Amitabh Bachchan New Poem: Big B ના અવાજમાં અમર રહેશે આ કવિતા, સાંભળીને તમે પણ હચમચી જશો
Amitabh bachchan recites new poem by Rumi Jaffery for the film chehre

Follow us on

ફિલ્મ ‘કભી કભી’ માં તે સમયના નંબર વન ગીતકાર સાહિર લુધિયાનવીની કવિતા અને બાદમાં જાવેદ અખ્તરની ફિલ્મ ‘સિલસિલા’માં તેમના અવાજના જાદુથી કવિતા અમર કરનાર અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફરી કંઈક આવું જ કરવા જઈ રહ્યા છે.

કવિતાનીનો અલગ અંદાજ

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

અમિતાભ બચ્ચનના ચાહકો માટે આ એક મોટા અને ખુશીના સમાચાર છે કે બિગ બીએ આગામી ફિલ્મ ‘ચેહરે’ માટે એક અલગ કવિતા (Chehre poem) રજુ કરી છે. આ કવિતા એક અલગ શૈલીમાં ફિલ્માવી છે અને તેનો વિડીયો અમિતાભ બચ્ચને ટ્વિટર પર શેર કર્યો છે. ફિલ્મના આ ટાઇટલ ટ્રેકનું પિક્ચરાઇઝેશન એકદમ અલગ દેખાય છે, અમિતાભ બચ્ચનનો દમદાર અવાજ ખૂબ સારો લાગે છે.

અમિતાભ બચ્ચનની આ અદભૂત રજૂઆત ચેહરે ફિલ્મના બાકીના સ્ટાર પર ભારે પાડવા જઈ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ ઉપરાંત ઇમરાન હાશ્મી અને અન્નુ કપૂર પણ અમિતાભ બચ્ચન સાથે છે. પરંતુ અમિતાભે આ કવિતામાં જોરદાર અંદાજ બતાવ્યો છે, અને સાબિત કર્યું છે કે તેમને શા માટે સ્ટાર ઓફ ધ મિલેનિયમ કહેવામાં આવે છે?

અમિતાભની કવિતાના શક્તિશાળી શબ્દો અહીં સાંભળો

બિગ બીના ચાહકો આ ટ્રેકને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ કવિતા ફિલ્મના નિર્દેશક રૂમી જાફરીએ (Rumy Jaffery) લખી છે. શેખર રવિજાણીએ ધૂનને સુંદર રીતે કંપોઝ કરી છે. તમને જણાવી દઈએ કે સંગીતકાર વિશાલ-શેખરે 107 સંગીતકારોની હાજરીમાં પ્રાગમાં ફિલ્મના ટાઇટલ ટ્રેકનું ઓર્કેસ્ટ્રલ રેકોર્ડ કર્યું હતું.

પહેલાં વાંચેલી છે કવિતાઓ

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનો કવિતાઓ સાથે ઊંડો સંબંધ છે. તેમના પિતા હરિવંશરાય બચ્ચનની હિન્દીના મહાન કવિઓમાં એક હતા. અમિતાભ આજે પણ ફેન્સ સાથે તેમના પિતાની રચનાઓ શેર કરવાનું ચાલુ રાખે છે.અને તેમના ફેન્સ તેમની કવિતાઓની પ્રશંસા કરે છે.

મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ ‘ચેહરે’

બીજી બાજુ, જો આપણે ફિલ્મ ‘ચેહરે’ વિશે વાત કરીએ, તો તે એક મિસ્ટ્રી-થ્રિલર ફિલ્મ છે. અમિતાભ બચ્ચન સાથે અભિનેતા ઇમરાન હાશ્મી, અન્નુ કપૂર, ક્રિસ્ટલ ડિસોઝા, ધૃતિમાન ચેટર્જી, રઘુબીર યાદવ, સિદ્ધાર્થ કપૂર અને રિયા ચક્રવર્તી પણ આ ફિલ્મમાં જોવા મળશે. અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી એક સાથે કોઇ ફિલ્મ કરી રહ્યા છે તે પ્રથમ વખત બની રહ્યું છે.

 

આ પણ વાંચો: Tv9 Exclusive KBC 13: જીતેલી રકમને આ રીતે ખર્ચ કરશે જ્ઞાન રાજ, જાણો આ પહેલા સ્પર્ધકના શું છે સપના

આ પણ વાંચો: Video: અક્ષય કુમારે કેમ કપિલ શર્મા શોમાં શાહરૂખ ખાનને ફોન કર્યો? જુઓ પછી શું થયું

Published On - 9:49 am, Tue, 24 August 21

Next Article