Mumbai: અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડના સેલેરી વિવાદ બાદ થઈ ટ્રાન્સફર, મુંબઈ પોલીસે આપ્યું આ કારણ

અમિતાભ બચ્ચનના બોડીગાર્ડના સેલેરી વિવાદ બાદ તેમની બદલી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બોડીગાર્ડની વાર્ષિક આવક 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જિતેન્દ્ર શિંદેની 2015માં અમિતાભના બોડીગાર્ડ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

Mumbai: અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડના સેલેરી વિવાદ બાદ થઈ ટ્રાન્સફર, મુંબઈ પોલીસે આપ્યું આ કારણ
અમિતાભ બચ્ચનના પર્સનલ બોડીગાર્ડ જીતેન્દ્ર શીંદે
| Edited By: | Updated on: Aug 27, 2021 | 7:51 PM

અમિતાભ બચ્ચનના (Amitabh Bachchan) બોડીગાર્ડ તરીકે તૈનાત મુંબઈ પોલીસના (Mumbai police) હેડ કોન્સ્ટેબલની બદલી (Transferred) કરવામાં આવી છે. એવા અહેવાલો હતા કે તેમની વાર્ષિક આવક 1.5 કરોડ રૂપિયા છે. જિતેન્દ્ર શિંદેની 2015માં અમિતાભના બોડીગાર્ડ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમની દક્ષિણ મુંબઈના ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે અને તે નિયમિત ટ્રાન્સફર છે.

 

15 દિવસ પહેલા તેમની બદલી કરવામાં આવી હતી અને તે સમયે  પોલીસ નોટિસમાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં પણ આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે બચ્ચનને મુંબઈ પોલીસ દ્વારા એક્સ-ક્લાસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. 2015માં બોડીગાર્ડ તરીકે પોસ્ટ થયા બાદ તે અભિનેતાના સુરક્ષા કવચનો ભાગ બન્યા હતા. માર્ગદર્શિકા મુજબ પોલીસ કોન્સ્ટેબલ પાંચ વર્ષથી વધુ સમય સુધી કોઈ એક પદ પર રહી શકે નહીં.

 

સરકાર તપાસ કરી રહી છે

તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુપરસ્ટારના બોડીગાર્ડ તરીકેની પોસ્ટિંગ દરમિયાન શિંદે દર વર્ષે 1.5 કરોડ રૂપિયા કમાય છે. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે શિંદે વિશ્વસનીય બોડીગાર્ડમાંના એક છે અને બચ્ચન સાથે તેમના સુરક્ષા કવચમાં ઘણી વખત જોવા મળ્યા છે. તેમની પત્ની એક એજન્સી ચલાવે છે, જે ઘણી મોટી હસ્તીઓને સુરક્ષાની સુવિધા પૂરી પાડે છે. રાજ્ય સરકાર પણ તપાસ કરી રહી છે કે શું શિંદેએ તેની સંપત્તિની વિગતો પોલીસ વિભાગને આપી હતી.

 

શિંદે સુરક્ષા એજન્સીના માલિક છે

એક પ્રતિષ્ઠીત મીડીયાના અહેવાલ અનુસાર અમિતાભ બચ્ચન દર વર્ષે જીતેન્દ્ર શિંદેને 1.5 કરોડનો પગાર આપે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જીતેન્દ્ર પોતાની સુરક્ષા એજન્સીના માલિક પણ છે. પરંતુ તે શરૂઆતથી અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યા છે. તેથી જ જીતેન્દ્રને તેમની સાથે રહેવું ગમે છે.

 

અમિતાભ બચ્ચન જ્યારે પણ કોઈ મોટા શો કે કોઈપણ જાહેર સભામાં જાય છે, ત્યારે તે હંમેશા જીતેન્દ્રને પોતાની સાથે લઈ જાય છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સિવાય દીપિકા પાદુકોણ, સલમાન ખાન, શાહરુખ ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સ છે, જેમના બોડીગાર્ડ હંમેશા ચર્ચામાં રહે છે.

 

આ પણ વાંચો : Maharashtra : રાજકીય ડ્રામા બાદ નારાયણ રાણેની આજથી ફરી જન આશિર્વાદ યાત્રા શરૂ, કલમ 144 લાગુ હોવા છતા પણ પહોંચશે સિંધુદુર્ગ !

 

આ પણ વાંચો : Railway Good News: : 56 ટ્રેનને લઈ રેલવેએ આપ્યા ગુડ ન્યૂઝ, યુપી બિહારથી લઈ દિલ્હી પંજાબ અને ગુજરાત-મહારાષ્ટ્રનાં લોકોને પણ થશે ફાયદો

Published On - 6:40 pm, Fri, 27 August 21