ઓમિક્રોનના (Omicron) વધતા જતા કેસોને કારણે દેશમાં એક પછી એક શહેરોમાં સતત વીકએન્ડ લોકડાઉન (Weekend Lockdown) ચાલી રહ્યું છે અને લોકો ફરી એકવાર થિયેટરથી દૂર જઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં લોકો ઘરે બેસીને OTT પ્લેટફોર્મ પર ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે.
તાજેતરના અહેવાલ મુજબ, પુષ્પા ફિલ્મ ટૂંક સમયમાં OTT પર રિલીઝ થશે એટલે કે જેઓ અત્યાર સુધી આ ફિલ્મ જોઈ શક્યા નથી. તે હવે ઘરે બેસીને આ ફિલ્મની મજા માણી શકશે અને જેણે તેને જોઈ છે તે પુષ્પાને ફરી જોઇ શક્શે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 7 જાન્યુઆરીએ રિલીઝ થશે. જેની જાહેરાત એમેઝોન પ્રાઇમ દ્વારા જ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે.
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. જે તેના નિર્માતાઓ અને ખાસ કરીને અલ્લુ અર્જુનના ચાહકો માટે ખુશીનો પ્રસંગ છે.
17 ડિસેમ્બરથી સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ પુષ્પાને દરેક જગ્યાએથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને હિન્દી ભાષી દર્શકોમાં આ ફિલ્મે સૌથી વધુ લોકપ્રિયતા મેળવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે થિયેટરોમાં મળી રહેલા સકારાત્મક પ્રતિસાદ અને કોરોના સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મેકર્સ અને OTT પ્લેટફોર્મ વચ્ચે કરોડોની ડીલ નક્કી કરવામાં આવી છે.
He’ll fight. He’ll run. He’ll jump. But he won’t succumb! 💥
Watch #PushpaOnPrime, Jan. 7
In Telugu, Tamil, Malayalam and Kannada@alluarjun #FahadhFaasil @iamRashmika@Dhananjayaka #Suneel #AjayGhosh #RaoRamesh @OG_Jagadeesh @ShatruActor @anusuyakhasba #Sritej #MimeGopi pic.twitter.com/lVxoE7DJSs— amazon prime video IN (@PrimeVideoIN) January 5, 2022
ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી કે કયા OTT પ્લેટફોર્મ પર પુષ્પા ફિલ્મનું સ્ટ્રીમિંગ થશે, હવે એમેઝોન પ્રાઇમ વીડિયોએ પોતે જ તેના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલથી કન્ફર્મ કર્યું છે કે 7 જાન્યુઆરીએ દર્શકો તેમના પ્લેટફોર્મ પર એન્જોય કરી શકશે.
ફિલ્મ પુષ્પા જંગલની વાર્તા વર્ણવે છે, જેમાં ચંદનની દાણચોરી થાય છે જેની સામે અલ્લુ અર્જુન લડે છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સાથે મલયાલમ ફિલ્મ સ્ટાર ફહાદ ફાસિલ પણ છે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં બની છે પરંતુ આ ફિલ્મ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –