
આલિયા ભટ્ટ અને નીતુ કપૂર ઘણીવાર આ બંગલાની મુલાકાત લેતા જોવા મળે છે. જ્યારે રણબીર કપૂર કામમાં વ્યસ્ત હોય ત્યારે આલિયા અહીં કામનો હિસાબ લેવા આવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંગલો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માટે જ બનાવવામાં આવી રહ્યો છે. આ બંગલાને તૈયાર થતા હજી એક વર્ષનો સમય લાગશે.

આલિયા ભટ્ટ હવે કપૂર પરિવારનો એક ભાગ બની ગઈ છે, જ્યાં તે દરેક પ્રસંગે કપૂર પરિવાર સાથે જોવા મળે છે. આલિયા અને રણબીર કપૂરની જોડી પણ તેમના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. જ્યાં હવે આ ચાહકો ઈચ્છે છે કે આ બંને વહેલી તકે લગ્ન કરે. આ જોડી ક્યારે લગ્ન કરે છે તે જોવાનું રહેશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ તેમની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.