The Kapil Sharma Show : કપિલ શર્માએ એવો તે શું સવાલ કર્યો કે આલિયા ભટ્ટ શરમાઈ ગઈ, જુઓ કોમેડી Video

'ધ કપિલ શર્મા શો'માં ફિલ્મ 'RRR'ના ડિરેક્ટર એસએસ રાજામૌલી, આલિયા ભટ્ટ, રામ ચરણ અને એનટીઆર જુનિયર સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.

The Kapil Sharma Show : કપિલ શર્માએ એવો તે શું સવાલ કર્યો કે આલિયા ભટ્ટ શરમાઈ ગઈ, જુઓ કોમેડી Video
The Kapil Sharma Show
| Edited By: | Updated on: Jul 27, 2023 | 12:53 PM

The Kapil Sharma Show : બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) તેની ફિલ્મ ‘RRR’ના પ્રમોશન માટે ફિલ્મના સ્ટાર્સ અને ડિરેક્ટર સાથે ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચી હતી. ત્યારે આ કોમેડી શોમાં ‘RRR’ની સ્ટારકાસ્ટ અને કપિલ શર્મા અને તેની ટીમે ખૂબજ મસ્તી કરી હતી. શોમાં કપિલ શર્માએ RRR સ્ટાર કાસ્ટને એવા સવાલો પૂછ્યા કે બધા ખડખડાટ હસી પડ્યા હતા.

આ પણ વાંચો The Kapil Sharma Show : કપિલને ‘ભાઈ’ કહી શહનાઝ ગિલે કપિલની બોલતી બંધ કરી, જુઓ Video

‘ધ કપિલ શર્મા શો’માં ફિલ્મ ‘RRR’ના ડિરેક્ટર એસએસ રાજામૌલી, આલિયા ભટ્ટ, રામ ચરણ અને એનટીઆર જુનિયર સાથે ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. રણબીર કપૂરને લઈ આલિયા ભટ્ટને એક સવાલ કર્યો હતો. કપિલ શર્માએ આલિયાને પૂછ્યું કે ‘RRR કરતા પહેલા ફિલ્મની સ્ટોરી સાંભળી હતી કે પછી ‘R’ સાંભળીને જ હા પાડી હતી. આ સાંભળીને આલિયા ભટ્ટ હસવા લાગે છે અને કંઈ બોલતી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો