
તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર જન્મદિવસના 2 દિવસ પહેલા જોધપુર પહોંચ્યા હતા. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને લગ્ન સ્થળ જોવા માટે ત્યાં ગયા છે, પરંતુ પછી સમાચાર આવ્યા કે આલિયા ત્યાં રણબીર સાથે જન્મ દિવસની ઉજવણી કરવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે હવે આલિયા અને રણબીર બંને પોતાના સંબંધો કોઈથી છુપાવતા નથી. આલિયા ઘણી વખત સોશિયલ મીડિયા પર રણબીર સાથેની તસવીરો શેર કરતી રહે છે.

આલિયા અને રણબીરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બંને હવે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.