Sunil Shetty સાથે અનેક હિટ ફિલ્મો આપી ચુક્યા છે Akshay Kumar, હવે પુત્ર અહાન શેટ્ટી સાથે જોવા મળશે

અક્ષય અને સાજિદની સંગત ખૂબ જ જૂની છે. બચ્ચન પાંડે (Bachchan Pandey) સાજિદના બેનરવાળી અક્ષયની દસમી ફિલ્મ છે. બચ્ચન પાંડેને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે.

Sunil Shetty સાથે અનેક હિટ ફિલ્મો આપી ચુક્યા છે Akshay Kumar, હવે પુત્ર અહાન શેટ્ટી સાથે જોવા મળશે
Akshay Kumar, Ahan Shetty
| Edited By: | Updated on: Jun 21, 2021 | 4:32 PM

સુનીલ શેટ્ટી (Sunil Shetty) ના પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty) ની પહેલી ફિલ્મ હજી રીલિઝ થવાની બાકી છે અને તેમના વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. જો સૂત્રોની વાત માનીએ તો નિર્માતા સાજિદ નાડિયાદવાલા આગામી પ્રોજેક્ટમાં અહાન અને અક્ષયને સાથે લઈને આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અહાન સાજિદ નિર્મિત ફિલ્મ તડપ (Tadap) થી બોલિવૂડમાં લીડ એક્ટર તરીકે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. અક્ષય અને અહાનને સાથે આવવાનું બોલીવુડમાં એક મોટા સ્કૂપ તરીકે જોવામાં આવી રહ્યું છે.

અક્ષય અને સાજિદની સંગત ખૂબ જ જૂની છે. બચ્ચન પાંડે (Bachchan Pandey) સાજિદના બેનરવાળી અક્ષયની દસમી ફિલ્મ છે. બચ્ચન પાંડેને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યા છે. તે એક એક્શન-કોમેડી ફિલ્મ છે. ક્રિતી સેનન (Kriti Sanon) અને જેક્લીન ફર્નાન્ડીસ (Jacqueline Fernandez) આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. બચ્ચન પાંડે આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે.

 

 

બીજી બાજુ, તડપ વિશે વાત કરીએ તો, મિલન લુથરિયાએ તેનું દિગ્દર્શન કર્યું છે. તડપ એ હિટ તેલુગુ ફિલ્મ આરએક્સ 100 ની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મમાં અહાન સાથે તારા સુતારિયા (Tara Sutaria) મહિલા લીડ છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી, અહાનના પાત્રના પિતાની ભૂમિકામાં જોવા મળશે.

પ્લાનિંગ સ્ટેજમાં છે ફિલ્મ

અક્ષય અને અહાનના એક સાથે આવવાની વાત અંગે પ્રોડક્શનથી જોડાયેલ એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, ” આખી ટીમ અભિનેતાઓની આ એક્શન પાવર પૈક માટે ઉત્સાહિત છે. જેમા અક્ષય અને અહાન પહેલીવાર એક સાથે આવી રહ્યા છે. માત્ર સાજિદ સર આને સંભવ બનાવી શકે છે, અને અમે બધા ખરેખર આ એનર્જી માટે ઉત્સાહિત છીએ, જે આ બંને અભિનેતાઓ પડદા પર લાવશે. આ પ્રોજેક્ટની ઘોષણા કરવાની બાકી છે અને હાલમાં તે પ્લાનિંગ સ્ટેજ પર છે. અમારી પાસે જલ્દી વધુ વિગતો સામે આવશે. ”

 

 

 

અક્ષય-સુનિલની જોડીને નામે ઘણી હિટ્સ ફિલ્મ

નેવુંના દાયકા અને પછીના વર્ષોમાં અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીએ ઘણી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું. જેમાં એક્શન, કોમેડી અને રોમેન્ટિક ફિલ્મો સામેલ છે. મોહરા, વક્ત હમારા હૈ, ધડકન, હેરાફેરી, ફિર હેરાફેરી, દે દના દન, આવારા પાગલ દિવાના, હમ હૈં બેમિસાલ, સપુત, દીવાને હુએ પાગલ જેવી ફિલ્મોમાં અક્ષય-સુનિલ સાથે આવ્યા હતા. જો કે, આમાથી સૌથી લોકપ્રિય મોહરા, ધડકન અને હેરા ફેરી છે. હવે અહાન સાથે આવવું અક્ષય માટે પણ ભાવનાત્મક પ્રસંગ હશે.