અજય દેવગન (Ajay Devgn) થોડા દિવસો પહેલા જાણ કરી હતી કે તેઓ તેમની આગામી ફિલ્મ મેદાન (Maidaan) ને લગતી મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. આજે આખરે એ જાહેરાત કરવામાં આવી છે. ખરેખર, અજયની ફિલ્મ મેદાને હૈદરાબાદ એફસી (Hyderabad FC) ફૂટબોલ ક્લબ સાથે ભાગીદારી કરી છે. અજય, ફિલ્મના નિર્દેશક અમિત શર્મા અને બોની કપૂર આ વિશે જણાવે છે.
અમિત કહે છે કે અત્યાર સુધી આપણે ક્રિકેટ અને હોકી પર બનેલી ફિલ્મો જોઈ છે, પરંતુ અમે ફૂટબોલ રમત વિશે જણાવવા માંગીએ છીએ. અજયે ટ્વિટ કરીને લખ્યું, ‘મેદાન એક એવી વાર્તા છે જેના વિશે તમામ ભારતીયોને ખબર હોવી જોઈએ. અમને આશા છે કે આ ફિલ્મ દેશના આગામી સ્પોર્ટ્સ સુપરસ્ટાર્સ માટે માર્ગ મોકળો કરશે. હૈદરાબાદ એફસી સાથેની આ ભાગીદારીમાં અમારો ધ્યેય છે મૈદાનને એક ચળવળ બનાવવાનો જેનાથી આવનારી પેઢીને પ્રેરણા મળે.
અહીં જુઓ વીડિયો
#Maidaan is a story that every Indian must know! We hope the movie paves way for the next sporting superstars in the country. This partnership with @HydFCOfficial will strengthen our purpose to make Maidaan a movement that inspires the next generation. #HFCxMaidaan #HyderabadFC pic.twitter.com/KmM6Jqk68I
— Ajay Devgn (@ajaydevgn) September 16, 2021
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું હતું, જેનું શિડ્યુલ હવે પૂર્ણ થઈ ગયું છે. હવે ફિલ્મનું બાકીનું શૂટિંગ ઓક્ટોબરમાં કરવામાં આવશે.
એવા અહેવાલ હતા કે નિર્માતાઓએ મડ આઇલેન્ડમાં એક સ્ટેડિયમ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે જ્યાં ફિલ્મનો ક્લાઇમેક્સ સિક્વન્સ શૂટ કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં ઘણી મેચો શૂટ કરવામાં આવશે જેમાં અંતિમ મેચ બતાવવામાં આવશે જે 1962 એશિયન ગેમ્સમાં થઈ હતી અને ભારતે તેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફિલ્મની ટીમ આવા દ્રશ્યો માટે સ્ટેડિયમ બનાવવાની તૈયારી કરી રહી છે અને અપેક્ષા છે કે ઓક્ટોબરના મધ્ય સુધીમાં તે તૈયાર થઈ જશે.
અમીર આર શર્મા મેદાનનું નિર્દેશન કરી રહ્યા છે અને કહેવાય છે કે આ ફિલ્મ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે. સૈયદ 1950 અને 1960 ના દાયકામાં ભારતીય ફૂટબોલ ટીમના મેનેજર અને કોચ હતા. આ ફિલ્મ ઝી સ્ટુડિયો, બોની કપૂર, આકાશ ચાવલા અને અરુણા જોય સેનગુપ્તા દ્વારા બનાવવામાં આવી રહી છે.
ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત કીર્તિ સુરેશ, પ્રિયામણી અને ગજરાજ રાવ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
મેદાન સિવાય ફિલ્મો
અજય, મેદાન સિવાય મિડ ડે, થેંકગોડ અને આરઆરઆરમાં જોવા મળશે. અજય મિડ ડેમાં અભિનય સિવાય તેનું નિર્માણ અને નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં અજય સાથે અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે.
થેંકગોડમાં અજય સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મને જોડીને રકુલ સાથે અજયની આ ત્રીજી ફિલ્મ હશે. અગાઉ બંને દે દે પ્યાર દેમાં જોવા મળી ચૂક્યા છે.
અજયની ફિલ્મ RRR ની વાત કરીએ તો આ ફિલ્મ દ્વારા તે તેલુગુ ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં એનટી રામારાવ, રામચરણ, અજય અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચો :- Birthday Special : 44 વર્ષની થઈ ગૌરી પ્રધાન, જાણો કયાં થઈ હતી હિતેન તેજવાની સાથે પ્રથમ મુલાકાત
આ પણ વાંચો :- Fans Reaction : સોનુ સૂદના ઘરે આવક વેરાના દરોડા બાદ ભડક્યા અભિનેતાના ચાહકો, વાંચો આ ખાસ ટ્વીટ