ઐશ્વર્યા રજનીકાંત કોરોના બાદ હોસ્પિટલમાં ભર્તી, પોસ્ટ લખી ઈશારામાં ધનુષ સાથેના લગ્ન તૂટવાનું દુઃખ વ્યક્ત કર્યું

|

Feb 02, 2022 | 2:29 PM

તેણે વર્ષ 2022 સાથે ફરિયાદ હોય એ રીતે લખ્યું છે કે ચાલો જોઈએ કે આ વર્ષમાં તેના માટે હજી શું ખરાબ હોઈ શકે છે. લગ્નજીવન તૂટ્યા બાદ તેમના મનની આ પીડા પહેલીવાર સામે આવી છે.

ઐશ્વર્યા રજનીકાંત કોરોના બાદ હોસ્પિટલમાં ભર્તી, પોસ્ટ લખી ઈશારામાં ધનુષ સાથેના લગ્ન તૂટવાનું દુઃખ વ્યક્ત કર્યું
Aishwaryaa Rajnikanth hospitalized after tested corona positive

Follow us on

સાઉથના સુપરસ્ટાર ધનુષ (Dhanush) અને તેની પૂર્વ પત્ની ઐશ્વર્યા રજનીકાંત (Aishwaryaa Rajnikant) થોડા દિવસોથી તેમના અલગ થવાને લઈને ચર્ચામાં છે. હવે ઐશ્વર્યાને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે, જે તેના શુભચિંતકોને વધુ પરેશાન કરશે, જો કે આ સમાચાર તેના લગ્ન તૂટવા સાથે સંબંધિત નથી પરંતુ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે. ઐશ્વર્યા હાલમાં કોવિડ 19ની ઝપેટમાં છે.

ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, તેના દ્વારા કરવામાં આવેલ લગ્ન તૂટવાની જાહેરાત બાદ તેના ચાહકો તેના માટે ખૂબ જ દુઃખી હતા અને હવે તેની હાલની સોશિયલ મીડિયા પોસ્ટે તેના ચાહકોને વધુ ચિંતામાં મૂકી દીધા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

ઐશ્વર્યાએ તેના હાથમાં લાગેલી ડ્રીપ સાથે તેની તસવીર શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે. તમામ સાવચેતી રાખવા છતાં, મને ચેપ લાગ્યો છે. હું હોસ્પિટલમાં દાખલ છું. કૃપા કરીને માસ્ક પહેરો, વેક્સિન લો અને સુરક્ષિત રહો. તેને 2022 સાથે જાણે ફરિયાદ હોય ઓ રીતે લખ્યું છે કે ચાલો જોઈએ કે આ વર્ષમાં તેના માટે હજી શું ખરાબ હોઈ શકે છે. સ્વાભાવિક છે કે લગ્નજીવન તૂટ્યા બાદ તેના મનની આ પીડા પહેલીવાર સામે આવી છે.

તેની આ તસવીર વધુને વધુ વાયરલ થઈ રહી છે, જ્યારે તેના ચાહકો તેના સ્વાસ્થ્ય માટે ચિંતા દર્શાવી રહ્યા છે અને તેને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવાનું કહી રહ્યા છે.

તાજેતરમાં, 17 જાન્યુઆરીએ, રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને અભિનેતા ધનુષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમના લગ્ન તૂટવાના સમાચાર શેર કર્યા. ધનુષે લખ્યું કે તે 18 વર્ષ જૂના લગ્નને તોડી રહ્યો છે અને તેઓ એક કપલ તરીકે અલગ થઇ રહ્યા છે. તેમના માર્ગો હવે અલગ થઈ ગયા છે અને તેઓ બંને આ સમજવા માટે સમય માંગે છે. તેમણે લોકોને અપીલ કરી કે કૃપા કરીને અમારા નિર્ણયનું સન્માન કરો અને અમને તેમાંથી બહાર આવવાનો સમય આપો.

આ પણ વાંચો –

અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ’ 4 માર્ચએ સિનેમાઘરોમાં થશે રિલીઝ, બિગ બીએ ટ્વિટ કરી શેર કર્યું ફિલ્મનું પોસ્ટર

આ પણ વાંચો –

Happy Birthday Shamita Shetty : જ્યારે શિલ્પાએ શમિતાને કબાટમાં કરી દીધી હતી બંધ, જાણો શમિતાના બર્થડે પર અજાણી વાતો

Next Article