ઐશ્વર્યા રાયની જૂની જાહેરાત થઈ વાયરલ, જાણો ચાહકોએ શું કીધું?

Aishwarya Rai Bacchan : 'મિસ વર્લ્ડ' ઐશ્વર્યા રાય બચ્ચન એ આજે વિશ્વની સૌથી જાણીતી સેલેબ્સમાંની એક ગણાય છે. તાજેતરમાં તેની એક જૂની જાહેરાત સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહી છે.

ઐશ્વર્યા રાયની જૂની જાહેરાત થઈ વાયરલ, જાણો ચાહકોએ શું કીધું?
Aishwarya Rai Bacchan & Family (File Photo)
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:48 PM

નાનકડી ઐશ્વર્યા રાય (Aishwarya Rai Bacchan) આપણને આ થ્રોબેક જાહેરાતમાં અજાણી વ્યક્તિ દેખાય છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ઐશ્વર્યાના ચાહકો તેણીને દર્શાવતી આ જૂની જાહેરાતથી ખૂબ મંત્રમુગ્ધ થઈ ચૂક્યા છે. ઐશ્વર્યાના ચાહકોએ આ વાયરલ પોસ્ટ જોયા બાદ અભિનેત્રીની પુત્રી આરાધ્યા બચ્ચનને અભિનેત્રીની ‘ઝેરોક્ષ’ (Similar Person) કહી રહ્યા છે. આજે ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની (Bollywood) લોકપ્રિય સ્ટાર્સમાંની એક છે. પરંતુ, શું તમે જાણો છો કે તેણે બાળપણમાં પેન્સિલની જાહેરાત માટે મોડલિંગ કર્યું હતું? હા, તમે સાચું સાંભળ્યું છે !!

હાલમાં, સોશિયલ મીડિયા પર એક જૂનું એડ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે, જેમાં નાનકડી ઐશ્વર્યા તેના મોહક સ્મિત સાથે જોઈ શકાય છે. અને તેણી તેમાં કેટલી સુંદર દેખાઇ રહી છે.

આ થ્રોબેક પોસ્ટરમાં તેણીને તેના હાથમાં પેન્સિલ પકડીને જોઈ શકાય છે અને તેણી બાજુમાં પોઝ આપે છે. કોલર્ડ શર્ટ પહેરેલી ઐશ્વર્યા, જે શાળાના યુનિફોર્મની યાદ અપાવે છે. ટૂંકા વાળના દેખાવ સાથે તેણે હેરબેન્ડ દ્વારા તેના વાળને સ્ટાઈલ કર્યા છે.

આ જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ઘણા નેટીઝન્સ તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે અભિનેત્રીની સામ્યતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જ્યારે કેટલાક યુઝર્સે આરાધ્યાને ઐશ્વર્યાની ‘ઝેરોક્ષ’ કહી હતી, તો ઘણાને તેને ઓળખવામાં પણ તકલીફ પડી હતી.

જ્યારે એક નેટીઝને ટિપ્પણી કરી કે “આરાધ્યા તેની માતાને મળતી આવે છે” અને હાર્ટ ઇમોજી સાથે, અન્ય કેટલાક લોકો ઐશ્વર્યા દર્શાવતી જૂની જાહેરાતથી મંત્રમુગ્ધ રહી ગયા હતા.

વર્ક ફ્રન્ટ વિશેની વાત

જો આપણે વર્ક ફ્રન્ટ પર જોઈએ તો તેણી મણિરત્નમની પોનીયિન સેલવાન: ભાગ 1 સાથે તેણીની ટોલિવૂડની શરૂઆત કરવા માટે તૈયાર છે, જે આગામી 30/09/2022ના રોજ રિલીઝ થવાની છે.

આ ફિલ્મ કલ્કી કરિષ્નામૂર્તિ દ્વારા લખાયેલી એ જ નામની નવલકથા પર આધારિત ફિલ્મ છે. આ પુસ્તક 1955માં પ્રકાશિત થયું હતું. ફિલ્મમાં ઐશ્વર્યા ઉપરાંત કાર્તિ, વિક્રમ, જયમ, રવિ, ત્રિશા, જયરામ, શોભિતા ધુલીપાલા, ઐશ્વર્યા લેખશ્મી, વિક્રમ પ્રભુ અને અશ્વિન કાકુમાનુ સાથે આર સરથકુમાર, આર પાર્થિવન, પ્રભુ, પ્રકાશ રાજ પણ છે અને રહેમાન, જે સહાયક ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો – અભિષેક બચ્ચને અમિતાભ બચ્ચન કરતાં વધુ ફેમસ હોવાની વાત પર આપ્યું આ રિએકશન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો