
આવામાં દરેકની નજર અક્ષય કુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) પર છે, આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે.

તમને જણાવી દઈએ કે અનેક તારીખો બાદ તાજેતરમાં રિલીઝ ડેટ બહાર આવી છે, હવે ફિલ્મ 19 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

આવી સ્થિતિમાં ફિલ્મની સ્ટારકાસ્ટે ફિલ્મ રિલીઝ પહેલા જોરદાર પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં ફિલ્મના મુખ્ય પાત્રો ભજવતા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

તાજેતરમાં જ હુમા કુરેશી અને અક્ષય કુમાર લારા દત્તના ઘરે પહોંચ્યા હતા, આ બંને સ્ટાર્સ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા.

ફિલ્મ રિલીઝ પહેલા લારાએ બંને સ્ટાર્સને ડિનર માટે બોલાવ્યા હતા. જેમાં સિમ્પલ લૂકમાં પણ ત્રણેય એક્ટર્સ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.