અહાન શેટ્ટી – તારા સુતારિયાની ફિલ્મ તડપનું પહેલું ગીત Tumse Bhi Zyada રિલીઝ, અરિજીતના અવાજનો ચાલ્યો જાદુ

|

Nov 02, 2021 | 10:32 PM

આ ફિલ્મનું નિર્દેશન મિલન લુથરિયાએ કર્યું છે. ફિલ્મનું ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ એક જબરદસ્ત એક્શન ફિલ્મ છે. જેમાં અહાનને રિબેલ તરીકે બતાવવામાં આવ્યો છે. તેનામાં સુનીલ શેટ્ટીની ઝલક સ્પષ્ટ જોવા મળે છે.

અહાન શેટ્ટી - તારા સુતારિયાની ફિલ્મ તડપનું પહેલું ગીત Tumse Bhi Zyada રિલીઝ, અરિજીતના અવાજનો ચાલ્યો જાદુ
Ahan Shetty - Tara Sutaria

Follow us on

સુનીલ શેટ્ટી (Sunil Shetty)ના પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty)ની ડેબ્યુ ફિલ્મ તડપ (Tadap)નું પહેલું ગીત આજે મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અરિજીત સિંહે (Arijit Singh) પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો છે. ફિલ્મમાં પ્રિતમનું સંગીત છે. પહેલું ગીત સાંભળીને લાગે છે કે ફિલ્મનું સંગીત શાનદાર હોઈ શકે છે. આ ફિલ્મનું નિર્દેશન મિલન લુથરિયાએ કર્યું છે. જેમણે વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ 1-2, ડર્ટી પિક્ચર અને બાદશાહો જેવી સુપરહિટ ફિલ્મો બનાવી છે અને તેમની ફિલ્મોમાં સંગીત હંમેશા લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે.

રિવેન્જ થ્રિલર છે ફિલ્મ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ફિલ્મનું ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ એક જબરદસ્ત એક્શન ફિલ્મ છે. જેમાં અહાનને રિબેલ તરીકે બતાવવામાં આવ્યો છે. તેનામાં સુનીલ શેટ્ટીની ઝલક સ્પષ્ટ જોવા મળે છે. સુનીલ શેટ્ટીએ પણ આવી જ ફિલ્મ બલવાનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અહાનને જોઈને લાગે છે કે તેણે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે.

અહાન શેટ્ટી સ્ટારર ફિલ્મ ‘તડપ’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું જેને લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. અહાન તેની પહેલી ફિલ્મમાં તારા સુતારિયા (Tara Sutaria)ની સામે જોવા મળે છે અને ફિલ્મના RAW અને ઇન્ટેન્સ ટ્રેલરે દરેકને આ વાર્તા તરફ આકર્ષિત કર્યા છે. હવે આ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે જેને ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

‘તડપ’ નું પહેલું ગીત ‘તુમસે ભી ઝ્યાદા’ આજે ધનતેરસ પર રિલીઝ કરવામાં આવ્યું છે. અહાને આ સમાચાર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યા છે અને તેણે ગીતની ટૂંકી ક્લિપ પોસ્ટ કરી છે.


“#TumseBhiZyada, song out now 🎵

Dil Se 🖤”

તારા સુતરિયાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ ગીતને પ્રેમ કરનારા લોકોને સમર્પિત કર્યું છે.


ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને સહ-નિર્મિત, સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, રજત અરોડા દ્વારા લખાયેલ અને મિલન લુથરિયા દ્વારા દિગ્દર્શિત, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન તડપ 3 ડિસેમ્બર 2021ના રોજ થિયેટરોમાં આવશે.

 

આ પણ વાંચો :- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાએ જેલમાંથી બહાર આવ્યા બાદ હવે કંઈક એવું કર્યું, જાણીને થઈ જશો હેરાન !

આ પણ વાંચો :- Puneeth Rajkumar ની દાન કરાયેલ આંખોથી 4 દર્દીઓને થયો લાભ, અભિનેતાના ઉમદા કામથી ચાહકો થયા ભાવુક

Next Article