ડોનેટ કર્યા પછી Sonu Sood એ લખ્યું- ‘મારા તરફથી તમારા માટે ઓક્સિજન’, મજબૂત બની રહે ભારત ‘

|

May 07, 2021 | 12:39 PM

સોનુ સૂદે મોટા પાયે ઓક્સિજન સિલિંડરો દાન કર્યા છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે અને ભારતને મજબુત રહેવા હાકલ કરી છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, 'મારા તરફથી તમારા માટે ઓક્સિજન, મજબૂત બન્યું રહે ભારત'.

ડોનેટ કર્યા પછી Sonu Sood એ લખ્યું- મારા તરફથી તમારા માટે ઓક્સિજન, મજબૂત બની રહે ભારત
Sonu Sood

Follow us on

આખો દેશ હાલમાં કોરોના વાયરસની બીજી લહેર સામે યુદ્ધ લડી રહ્યો છે. દેશભરના લોકો તેમના પ્રિયજનોને બચાવવા સહાયની માંગ કરી રહ્યા છે. લોકો હોસ્પિટલમાં સતત પલંગ, ઓક્સિજન સિલિન્ડર, ઇન્જેક્શન અને દવાઓનો અભાવ હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં સરકાર, ખાનગી ક્ષેત્રની સાથે, ઉદ્યોગકારો, બોલિવૂડ સેલેબ્સ પણ આગળ આવીને લોકોને મદદ કરી રહ્યા છે.

દરેક આશાને ન તૂટી દેવાનું નામ છે – સોનુ સૂદ (Sonu Sood) જ્યારે જરૂરિયાતમંદ લોકો ચારે બાજુથી નિરાશ થાય છે, ત્યારે તેઓ સોનુ સૂદની મદદ માંગે છે. સૂદ પણ તમામ શક્ય સહાય માટે તૈયાર છે. ગયા વર્ષે કોરોના વાયરસના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારથી જ તેઓ જરૂરીયાતમંદ લોકોને મદદ કરી રહ્યા છે.

સોનુ સૂદે મોટા પાયે ઓક્સિજન સિલિંડરો દાન કર્યા છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે અને ભારતને મજબુત બની રહેવા હાકલ કરી છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, ‘મારા તરફથી તમારા માટે ઓક્સિજન, મજબૂત બની રહે ભારત’.

 

 

 

https://twitter.com/SoodFoundation/status/1390161434525388801

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રક પર મોટી માત્રામાં ઓક્સિજન સિલિન્ડર અપલોડ કરવામાં આવ્યા છે. સોનુ સૂદ રોજ અગણિત લોકોને મદદ કરી રહ્યો છે. તેમણે લોકોને મદદ કરવા માટે સુદ ફાઉન્ડેશનની રચના કરી છે. આ સિવાય તેમનું અંગત ટ્વિટર એકાઉન્ટ લોકોની મદદની માંગથી ભરેલું છે. સૂદની સાથે સાથે, તેમની ટીમ જરૂરીયાતમંદ લોકોને સહાય પહોંચાડવા સતત કાર્ય કરી રહી છે.

બોલિવૂડ અભિનેતા પ્રિયંકા ચોપરા જોનસ, પૂજા ભટ્ટ અને દેશભરના લોકો સોનુ સૂદના કામની સતત પ્રશંસા કરી રહ્યા છે. આ મહિનાની 3 જી તારીખે તેમણે ટ્વિટ કર્યું હતું – માય કન્ટ્રી નીડ્સ ઓક્સિજન. આ સાથે તેમણે ફોલ્ડેડ હેન્ડ અને ત્રિરંગો પણ બનાવ્યો છે. આ પછીના અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું- ‘ફક્ત અને ફકત ઓક્સિજન’. આ પછી, તેમણે ગુરુવારે ઓક્સિજન દાન કર્યું.

સોનુ સૂદે 25 એપ્રિલે એક ટેલિગ્રામ એપ્લિકેશન શરૂ કરી, જેના દ્વારા તેઓ દેશભરના જરુરતમંદ લોકોને હોસ્પિટલમાં બેડ, દવાઓ અને ઓક્સિજન ઉપલબ્ધ કરાવશે. શનિવારે તેમણે ટ્વિટ કરીને દેશવાસીઓને સોનુ સૂદ કોવિડ ફોર્સમાં જોડાવા અપીલ કરી છે. તેમણે લખ્યું- ‘હવે આખો દેશ સાથે આવશે. જોડાઓ મારી સાથે Telegram ચેનલ પર અને ‘India Fights With Covid’ પર હાથથી હાથ મિલાવીશું .. દેશને બચાવીશું. ‘

Next Video