અભિનેત્રી-નિર્માતા પ્રિયંકા ચોપરા જોનસ (Priyanka Chopra Jonas) ને મંગળવારે જિયો MAMI ફિલ્મ ફેસ્ટિવલના ચેરપર્સન બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા દીપિકા પદુકોણ (Deepika Padukone) ચેરપર્સન હતી, પરંતુ તેમણે 4 મહિના પહેલા આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
પ્રિયંકા ચોપરાને MAMI બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા નોમિનેટ કરવામાં આવી છે જેમાં નીતા અંબાણી, અનુપમા ચોપરા, અજય બિજલી, આનંદ મહિન્દ્રા, ફરહાન અખ્તર, ઈશા અંબાણી, કબીર ખાન, કિરણ રાવ, રાણા દગ્ગુબાતી, રિતેશ દેશમુખ, રોહન સિપ્પી, સિદ્ધાર્થ રોય કપૂર, વિશાલ ભારદ્વાજ અને ઝોયા અખ્તર સામેલ છે.
આ ખિતાબ મેળવીને પ્રિયંકા ખૂબ જ ખુશ છે અને તે ગર્વની લાગણી અનુભવી રહી છે. તેમણે કહ્યું કે તે પાવર હાઉસ મહિલાઓ સાથે કામ કરીને મજા આવવાની છે અને તે આ ફેસ્ટિવલને એક અલગ સ્તર પર લઈ જવાની છે. આ ફેસ્ટિવલે ખૂબ જ ઓછા સમયમાં શોર્ટ ફિલ્મોને લગતું ઘણું સારું કામ કર્યું છે.
તેમણે આગળ કહ્યું કે, અમે હવે ફિલ્મ અને મનોરંજનનો ખૂબ જ અલગ રીતે અનુભવ કરી રહ્યા છીએ. અમે સિનેમાના ફુટપ્રિન્ટને વધુ વિસ્તૃત કર્યું છે. હું હંમેશા ભારતીય ફિલ્મોની મોટી સમર્થક રહી છું. અમે આશા રાખીએ છીએ કે એક મજબૂત પ્લેટફોર્મ બનાવામાં આવે જેમાં આપણે દુનિયાને ભારતીય સિનેમા બતાવી શકીએ.
ઈશા અંબાણીએ શું કહ્યું
બોર્ડની ટ્રસ્ટી ઈશા અંબાણી (Isha Ambani) એ જણાવ્યું હતું કે, અમારી ટીમ પ્રિયંકાના આમાં જોડાવાથી ખૂબ જ ખુશ છે. આપણે સિનેમાની શક્તિને વધુ સારી રીતે મોડિફાઈ કરવાની છે. હું મારી ખાસ મિત્ર પ્રિયંકાનું બોર્ડમાં જોડાવા માટે સ્વાગત કરું છું અને આશા રાખું છું કે તે તેને વધુ ઉચાઈ પર લઈ જશે. તે વૈશ્વિક કલાકાર છે અને ખૂબ સારી વ્યકિત છે.
અનુપમા ચોપરાની પ્રતિક્રિયા
અનુપમા ચોપરા (Anupama Chopra) એ કહ્યું કે, પ્રિયંકા ચોપરા ગ્લોબલ આઇકોન છે અને તે તેમના પૈશનથી MAMI ને એક અલગ સ્તર પર લઇ જશે. પ્રિયંકા સિવાય, 2 વધુ નવા લોકો તેમાં જોડાયા છે, તમને જણાવી દઈએ કે ગયા વર્ષે આયોજકોએ જિયો MAMI ફિલ્મ ફેસ્ટિવલ મુલતવી રાખ્યો હતો કોવિડને કારણે.
બાય ધ વે, પ્રિયંકા સિવાય, ફિલ્મ નિર્માતા અંજલિ મેનન અને શિવેન્દ્ર સિંહ પણ તેમાં જોડાયા છે.
આ પણ વાંચો :- ‘મિમી’ની સફળતા બાદ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી Kriti Sanon, ચાહકોને પસંદ આવ્યો અભિનેત્રીનો અંદાજ
આ પણ વાંચો :- Shershaah: સલમાન ખાન ઈચ્છતા હતા કે બનેવી આયુષ બને ‘વિક્રમ બત્રા’, જાણો પછી કેમ સિદ્ધાર્થે ઝપટી ફિલ્મ