Aditya Roy Kapur એ કેમ 4 મહિના સુધી કુંગફુ અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લેવી પડી, જાણો કારણ

|

Feb 06, 2021 | 2:37 PM

બોલિવૂડ અભિનેતા આદિત્ય રોય કપૂરે વર્ષ 2020 માં મલંગની રિલીઝ થકી સાબિત કરી દીધું છે કે જેટલી સુંદર રીતે રોમાંટિક પાત્ર ભજવી શકે છે

Aditya Roy Kapur એ કેમ 4 મહિના સુધી કુંગફુ અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લેવી પડી, જાણો કારણ
Adity Roy Kapur

Follow us on

બોલિવૂડ અભિનેતા આદિત્ય રોય કપૂરે વર્ષ 2020માં મલંગની રિલીઝ થકી સાબિત કરી દીધું છે કે જેટલી સુંદર રીતે રોમાંટિક પાત્ર ભજવી શકે છે એટલી જ સુંદર રીતે એક્શન ભૂમિકા કરવી તેમના માટે બહુ મુશ્કેલ નથી. તેની એક્શનની શૈલીને પગલે તે ટૂંક સમયમાં ઓમ ફિલ્મમાં જોવા મળશે. અહેમદ ખાનના નિર્માણમાં બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન કપિલ વર્મા કરી રહ્યા છે.

ફિલ્મ વિશેની વાતચીત દરમિયાન કપિલે કહ્યું કે આદિત્ય રોય કપુર ઓમ માટે ચાર મહિના સુધી કુંગફૂ શિ્ખ્યા છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થયું હતું અને કપિલ વર્માએ તેના વિશે કહ્યું હતું કે, ” તે દિવસે જિમ બંધ હોવાથી આદિત્યના ઘરે જિમ સેટઅપ કર્યું અને ચાર મહિના સુધી તેણે કુંગફુ, તાઈ ચી અને શસ્ત્રો હૈંડલ કરવાનું શીખ્યા. ”

ફિલ્મના નિર્માતા અહેમદ ખાને આદિત્ય માટે બાંદ્રામાં એક ડાન્સ હોલ બુક કરાવ્યો હતો, જેમાં તે તેના ત્રણ પ્રશિક્ષકો સાથે દરરોજ 2 કલાક પ્રેક્ટિસ કરતા હતા. આમાંથી બે ટ્રેનર્સ વિવિધ માર્શલ આર્ટના હતા અને ત્રીજા એક તેમને સ્ટ્રેચિંગ અને કાર્ડિયોમાં મદદ કરી. આટલું જ નહીં, નિર્માતાઓએ આદિત્ય માટે એક રસોઇયાને રાખ્યો જે તેમને ફિલ્મમાં જબરદસ્ત ફિઝીક ગેન કરવામાં મદદ કરે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ગોરેગાંવમાં બનાવ્યો વિશાળ સેટ
છેલ્લા ત્રણ-ચાર મહિનામાં આદિત્ય રોય કપૂરે તેની આગામી ફિલ્મ માટે સખત મહેનત કરી છે. ફિલ્મના ક્લાઇમેક્સનું શૂટિંગ 15 દિવસમાં કરવામાં આવશે, જેના માટે તાજેતરમાં ગોરેગાંવ ફિલ્મ સિટીમાં એક વિશાળ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. અહેમદ ખાને જણાવ્યું કે તેઓ બાયો બબલમાં શૂટિંગ કરી રહ્યા છે અને આખા યુનિટને ગોરેગાંવની લક્ઝરી હોટલમાં સમાવી લેવામાં આવ્યા છે.

Published On - 2:36 pm, Sat, 6 February 21

Next Article