
Bollywood News: આ દિવસોમાં બોલિવૂડનું નવું કપલ ચર્ચામાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે, પરંતુ તેમ છતાં આ નવું કપલ પાપારાઝીની નજરથી પોતાને બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ નવી જોડી બીજું કોઈ નહીં પણ આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેની છે. અહેવાલો છે કે આ કપલ એકબીજાને ડેટ કરી રહ્યું છે. બંને ઘણી વખત સાથે જોવા પણ મળી ચૂક્યા છે.
ત્યારે ફરી એકવાર આદિત્ય અને અનન્યા એક ગાડીમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બન્ને લાંબા વેકેશનની મજા માણવા આવ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે અનન્યાના હાથમાં મોટી બેગ છે.
આ દરમિયાન અનન્યા અને આદિત્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કપલ એક જ કારમાંથી નીચે ઉતરતું જોવા મળે છે. આ વીડિયો ગોવાના એરપોર્ટનો છે. એવું માનવામાં આવે છે કે બંને ગોવામાં વેકેશન મનાવીને મુંબઈ પરત ફર્યા છે. આટલું જ નહીં, અનન્યા અને આદિત્ય જ્યારે ગોવા એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા, ત્યારે બંને મુંબઈ એરપોર્ટથી અલગ-અલગ બહાર આવ્યા હતા.
અનન્યા અને આદિત્ય તેમની વધતી જતી નિકટતાને છુપાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પાપારાઝી કેમેરાથી કંઈ છુપાયેલું નથી. બંને દરેક વખતે એક જ જગ્યાએ એક જ સમયે પકડાય છે. તાજેતરમાં અનન્યા પાંડેના પિતા અને અભિનેતા ચંકી પાંડેને અનન્યાના સંબંધોને લઈને સવાલો ઉભા થયા હતા. જેના જવાબમાં ચંકીએ આ સમાચારોને માત્ર અફવા ગણાવી હતી. અનન્યા પાંડે છેલ્લા કેટલાક દિવસોથી તેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2ના પ્રમોશનમાં વ્યસ્ત હતી.
અનન્યાની ફિલ્મને સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે આયુષ્માન ખુરાના લીડ રોલમાં છે. ફિલ્મના પ્રમોશનમાંથી મુક્ત થતાં જ અભિનેત્રી આદિત્ય સાથે વેકેશન માટે ગોવા રવાના થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર દરરોજ બંનેની તસવીરો અને વીડિયો વાયરલ થાય છે. જો કે, અત્યાર સુધી બંને સ્ટાર્સ તેમના સંબંધો પર મૌન જાળવી રહ્યા છે. બંને તેને ખાનગી રાખવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.