Tabassum Died : એક્ટ્રેસ તબસ્સુમનું 78 વર્ષની વયે કાર્ડિયક અરેસ્ટથી થયું નિધન

હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ તબસ્સુમનું (Tabassum) નિધન થયું છે. તબસ્સુમ 78 વર્ષની હતી. શુક્રવારે મોડી સાંજે તબસ્સુમને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. વર્ષ 1947માં તબસ્સુમ ગોવિલે બેબી તબસ્સુમ નામથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

Tabassum Died : એક્ટ્રેસ તબસ્સુમનું 78 વર્ષની વયે કાર્ડિયક અરેસ્ટથી થયું નિધન
| Updated on: Nov 19, 2022 | 7:16 PM

હિન્દી સિનેમાની જાણીતી એક્ટ્રેસ તબસ્સુમનું નિધન થયું છે. તબસ્સુમ 78 વર્ષની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે શુક્રવારે સાંજે દુનિયાને અલવિદા કહ્યું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તબસ્સુમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. વર્ષ 1947 માં તબસ્સુમે બેબી તબસ્સુમ નામથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તબસ્સુમે 40 અને 50ના દાયકામાં ‘બહાર’, ‘નરગીસ’ અને ‘દીદાર’ જેવી હિટ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. એપ્રિલ 2021માં પણ તબસ્સુમ ગોવિલના નિધનની અફવાઓ સામે આવી હતી. તેણે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરીને જણાવ્યું કે આ સમાચાર ખોટા છે.

આ પહેલા પણ મૃત્યુની અફવા પર આપી હતી પ્રતિક્રિયા

અગાઉ તેણે સમાચારને ‘ફેક’ ગણાવતા લખ્યું, ‘તમારી શુભકામનાઓને કારણે હું બિલકુલ સ્વસ્થ છું અને મારા પરિવાર સાથે છું. મારા વિશે જે અફવા ફેલાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે અને હું પ્રાર્થના કરું છું કે તમે લોકો પણ તમારા ઘરમાં સુરક્ષિત રહો.

અફસોસની વાત એ છે કે આ વખતે આ સમાચાર ખોટા નથી. તબસ્સુમ ગોવિલે ખરેખર દુનિયા છોડી દીધી છે અને તેના ફેન્સ માટે આ સમાચાર પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. આ સમાચાર આવ્યા બાદ જ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

તેમના પુત્ર હોશંગે માતા તબસ્સુમના નિધન વિશે કહ્યું કે માતાનું ગઈકાલે રાત્રે 8:40 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેણે પહેલાથી જ પરિવારને સૂચના આપી દીધી હતી કે બે દિવસ પછી તેમના મૃત્યુના સમાચાર આપવામાં આવે. અંતિમ સંસ્કાર થયા બાદ જ મીડિયામાં આ સમાચાર સામે આવ્યા હતા.

બે મિનિટમાં બે વાર કાર્ડિયાક અરેસ્ટ

એક્ટ્રેસના પુત્રએ કહ્યું કે ‘તેને ગેસ્ટ્રોની સમસ્યા હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ ગઈકાલે ફરી દાખલ કરવામાં આવી હતી અને બે મિનિટમાં બે વાર કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો.

ગયા વર્ષે થયો હતો કોરોના

તબસ્સુમને ગયા વર્ષે કોરોનાથી સંક્રમિત થઈ હતી. હોસ્પિટલમાં 10 દિવસ વિતાવ્યા બાદ તેણે કોવિડ-19ને હરાવ્યો હતો. તે સમયે અફવા ફેલાઈ હતી કે એક્ટ્રેસને અલ્ઝાઈમર થઈ ગયું છે. અલ્ઝાઈમર એ ભૂલી જવાનું નામ છે. પરંતુ એક્ટ્રેસના પુત્રએ આ વાતને અફવા ગણાવી હતી.

Published On - 7:00 pm, Sat, 19 November 22