પોર્ન રેકેટ ચલાવવાના આરોપમાં અભિનેત્રી Gehana Vasisthની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

|

Feb 07, 2021 | 12:21 PM

અશ્લીલ વીડિયો કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ઓલ્ટ બાલાજીની પુખ્ત શ્રેણી 'ગાંદી બાત'માં અભિનય કરનારી અભિનેત્રી ગહના વસિષ્ઠ(Gehana Vasisth) ને મુંબઈ ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ (Property Cell) દ્વારા ધરપકડ કરવામાં આવી

પોર્ન રેકેટ ચલાવવાના આરોપમાં અભિનેત્રી Gehana Vasisthની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
Gehana vasisth

Follow us on

અશ્લીલ વીડિયો કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ઓલ્ટ બાલાજીની પુખ્ત શ્રેણી ‘ગંદી બાત’માં અભિનય કરનારી અભિનેત્રી ગહના વસિષ્ઠ(Gehana Vasisth) ને મુંબઈ ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલ (Property Cell) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગેહના પર તેની વેબસાઇટ માટે પોર્ન વીડિયો શૂટ અને અપલોડ કરવાનો આરોપ છે. તેને આજે મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ અન્ય મોડલો, સાઇડ એક્ટ્રેસિસ અને કેટલાક પ્રોડક્શન હાઉસની સંડોવણીની પણ નજર રાખી રહી છે, જેમની ઉપર ગેંગ દ્વારા શૂટ કરાયેલી પુખ્ત ફિલ્મોમાં એડિટ કરવાનો અને મોબાઇલ એપ્સ અને વેબસાઇટ્સ પર અપલોડ કરવાનો આરોપ છે.

મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે. ‘મિસ એશિયા બિકિની’નો તાજ જીતનાર ગેહના વસિષ્ઠે (Gehana Vasisth) જાહેરાતો, હિન્દી અને તેલુગુ સિનેમાની કામ કર્યું છે. વેબસાઇટ પર અશ્લીલ સામગ્રી અપલોડ કરવા માટે શનિવારે બપોરે ગેહનાને પૂછપરછ કરવામાં આવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

સૂત્રોના જણાવ્યા અનુસાર ગેહનાનું પોતાનું પ્રોડક્શન હાઉસ હતું. જ્યાં વેબ સીરીઝ અને સિરીયલોના નામે અશ્લીલ વીડિયો બનાવી અને અપલોડ કરવામાં આવતા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. ગેહના સહિત, ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે. સમાચાર મુજબ, તેણે 87 અપમાનજનક અને અશ્લીલ વીડિયો શૂટ કર્યા છે અને તેને તેમની વેબસાઇટ્સ પર અપલોડ કર્યા છે. આ વેબસાઇટ પર સામગ્રી લેવા માટે સબ્સ્ક્રિપ્શન્સ જરૂરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે જે લોકોએ સબ્સ્ક્રિપ્શન લીધું છે તેમને 2 હજાર રૂપિયા ચુકવવા પડશે. આના માધ્યમથી ગેહના અને તેની ટીમ ખૂબ પૈસા કમાતી હતી.

આ વેબસાઇટ સામે ત્રણ લોકોએ ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ છે કે તેમને અશ્લીલ ફિલ્મમાં કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે ક્રાઇમ બ્રાંચના પ્રોપર્ટી સેલે મલાડના મડ આઇલેન્ડ પરના ગ્રીન પાર્ક બંગલા પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે યાસ્મિન બેગ ખાન, પ્રતિભા નલાવડે, મોનુ ગોપાલદાસ જોશી, ભાનુસુરિયમ ઠાકુર અને મોહમ્મદ આસિફની ધરપકડ કરી હતી.

 

Next Article