Shashank Vyas Birthday : શશાંક વ્યાસે ‘બાલિકા વધૂ’ પહેલા આપ્યા હતા 285 ઓડિશન, મળ્યો ‘જગિયા’નો રોલ

Happy birthday Shashank Vyas : ટીવી એક્ટર શશાંક વ્યાસે બાલિકા વધૂમાં જગત સિંહની ભૂમિકા ભજવીને પોતાની ઓળખ બનાવી હતી પરંતુ શું તમે જાણો છો કે અહીં સુધી પહોંચવું તેમના માટે ઘણું મુશ્કેલ હતું. જાણો શશાંક સાથે જોડાયેલી ખાસ વાતો.

Shashank Vyas Birthday : શશાંક વ્યાસે બાલિકા વધૂ પહેલા આપ્યા હતા 285 ઓડિશન, મળ્યો જગિયાનો રોલ
File photo
| Edited By: | Updated on: Nov 30, 2021 | 9:34 AM

પ્રખ્યાત ટીવી એક્ટર શશાંક વ્યાસનો (Shashank Vyas) બર્થડે છે અને તેઓ 34 વર્ષના થઈ ગયા છે. શશાંકનો જન્મ 30 નવેમ્બર 1986ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેણે પોતાનું ગ્રેજ્યુએશન ઈન્દોરથી કર્યું હતું પરંતુ બાદમાં તેણે પોતાના મિત્રના કહેવાથી એક્ટિંગ કરિયર પસંદ કરી હતી.

બાલિકા વધુથી (balika vadhu) એક્ટિંગની કરી શરૂઆત

શશાંક વર્ષ 2009માં મુંબઈ આવ્યો હતો અને અહીં આવીને પોતાની ઓળખ બનાવી હતી. 2010 માં તેણે પ્રખ્યાત ટીવી સીરિયલ બાલિકા વધૂથી અભિનયની શરૂઆત કરી, જેમાં તે દિવંગત અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી સાથે જોવા મળ્યો હતો. આ શોમાં તેણે જગદીશ (જગિયા) સિંહની ભૂમિકા ભજવી હતી. જેના કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.

આસાન ના હતી સફર

શશાંકને તેની પહેલી ટીવી સિરિયલથી જ ઓળખ મળી હતી પરંતુ અહીં સુધી પહોંચવું તેના માટે આસાન નહોતું. આ રોલ મેળવતા પહેલા શશાંકે 285 ઓડિશન આપ્યા હતા. તેણે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘બાલિકા વધૂના નિર્માતાઓના સંપર્કમાં આવતા પહેલા મેં 285 કે તેથી વધુ ઓડિશન આપ્યા હતા. હું વર્ષ 2009માં મુંબઈ આવ્યો હતો. હું અભિનયની શોધમાં હતો અને દરેક જગ્યાએ ઓડિશન આપતો હતો. ‘બાલિકા વધૂ’ના નિર્માતાઓએ મને ઓડિશન માટે બોલાવ્યો મારી તસવીરો જોઈને બીજા દિવસે મને ફોન આવ્યો. તેઓએ મને કન્ફર્મેશન લેટર પર સહી કરવા માટે કહ્યું પરંતુ 10 દિવસ સુધી કંઈ થયું નહીં.

સુરેખા સિકરી સાથે કામ કરવાની તક

શશાંકે જણાવ્યું કે આ પછી તેણે કાસ્ટિંગ પાર્ટ સાથે જોડાયેલા વ્યક્તિ સાથે વાત કરી અને કહ્યું કે તે સંઘર્ષ કરી રહ્યો છે અને તેને પૈસાની જરૂર છે. બાદમાં શશાંકને કહેવામાં આવ્યું કે તેનો કોન્ટ્રાક્ટ સાઈન થઈ ગયો છે અને તે સુરેખા સીકરી સાથે કામ કરશે. શશાંકે જણાવ્યું કે તેની સ્વર્ગસ્થ માતા તેનો શો જોતી હતી.

ફરવાનો શોખીન છે

શશાંકના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો તે ફરવાનો શોખીન છે, જેનો અંદાજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પણ લગાવી શકાય છે. તેમજ જો શશાંકના લુકની વાત કરીએ તો છેલ્લા 12 વર્ષમાં તે ઘણો બદલાઈ ગયો છે અને એવું કહેવું ખોટું નહીં હોય કે હવે તે પહેલા કરતા વધુ સારો દેખાય છે.

શશાંક ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતો રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 4.5 લાખ ફોલોઅર્સ છે. તે જાણીતું છે કે બાલિકા વધૂ પછી શશાંકે ટીવી સીરિયલ જાના ના દિલ સે દૂર અને રૂપ-મર્દ કા નયા સ્વરૂપમાં કામ કર્યું હતું.

આ પણ વાંચો : Radhe shyam : ફિલ્મ ‘રાધે શ્યામ’નું નવું ગીત 1 ડિસેમ્બરે થશે રિલીઝ, પ્રોમો થયો રિલીઝ

આ પણ વાંચો : શેરશાહના એક્ટરનું છલકાઈ ઉઠયું દર્દ, કહ્યું કે- મેં મારી પહેલી ફિલ્મ બાદ ઘણા ઉતાર-ચડાવ જોયા