
બોલીવૂડના ફેમસ એક્ટર અને મૂળ ગુજરાતી મનોજ જોશીને વિમાન મુસાફરી દરમિયાન અગવડનો સામનો કરવો પડ્યો હતો. 5 જાન્યુઆરીએ મનોજ જોશી અમદાવાદથી દિલ્હી ટ્રાવેલ કરી રહ્યા હતા. ત્યારે મુસાફરી દરમિયાન એક એવી ઘટના ઘટી કે જેને લઈને મનોજ જોશીને ટ્વિટ કરવું પડ્યું.
મનોજ જોશીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ ઈન્ડીગોથી ટ્રાવેલ કરી રહ્યા હતા અને થોડું ફૂડ નીચે પડ્યું હતું. જ્યારે તેમણે સ્ટાફને ટીસ્યુ પેપર આપવા રીક્વેસ્ટ કરી ત્યારે સ્ટાફએ કોઈ પ્રતિક્રિયા નોહતી આપી. મનોજ જોશીએ ટ્વિટર પર બળાપો કાઢ્યો અને કહ્યું કે ઈન્ડીગોના સ્ટાફને ટ્રેનીંગની જરૂર છે.
Actually, some food had fallen down. I requested the @IndiGo6E Staff to give some tissue papers to clean it, but, the staff didn't even respond. I think Indigo’s staff need proper training. 2/2
— Manoj Joshi (@actormanojjoshi) January 5, 2021