આ અભિનેતા 11 દિવસથી છે જેલમાં, કોર્ટે જામીન અરજી પણ કરી નામંજૂર

મહિલા જ્યોતિષીની સાથે કરવાના ગુનામાં અભિનેતા કરણ ઑબરોયની મુશ્કેલીમાં વધારો થયો છે. કરણ ઑબરોયે જામીન અરજી કરી હતી પણ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે જેના લીધે હવે તેમને જેલમાં જ રહેવું પડશે. જાણીતા ટીવી અભિનેતાની સામે મહિલા જ્યોતિષીએ રેપ કર્યાનો કેસ દાખલ કર્યો હતો અને તેને લઈને અભિનેતા કરણ ઑબરોયને જેલમાં જાવું પડ્યું છે. […]

આ અભિનેતા 11 દિવસથી છે જેલમાં, કોર્ટે જામીન અરજી પણ કરી નામંજૂર
| Updated on: May 17, 2019 | 2:52 PM

મહિલા જ્યોતિષીની સાથે કરવાના ગુનામાં અભિનેતા કરણ ઑબરોયની મુશ્કેલીમાં વધારો થયો છે. કરણ ઑબરોયે જામીન અરજી કરી હતી પણ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે જેના લીધે હવે તેમને જેલમાં જ રહેવું પડશે.

જાણીતા ટીવી અભિનેતાની સામે મહિલા જ્યોતિષીએ રેપ કર્યાનો કેસ દાખલ કર્યો હતો અને તેને લઈને અભિનેતા કરણ ઑબરોયને જેલમાં જાવું પડ્યું છે. 17મેના રોજ કરણે પોતાની જામીન અરજી કરી હતી અને તેને લઈને સુનાવણીમાં કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.

11 દિવસથી છે જેલમાં બંધ


ટીવી સ્ક્રીન પર જસ્સી જૈસી કોઈ નહીં સીરીયલમાં પ્રખ્યાત થયેલાં અભિનેતા કરણ ઑબરોય સતત 11 દિવસથી જેલમાં છે અને કોર્ટે પણ હવે તેને જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. મહિલા જ્યોતિષીની ફરિયાદના આધારે 6મેના રોજ કરણ ઑબરોયની ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ તેને 3 દિવસ માટે રિમાન્ડમાં મોકલવામાં આવ્યો હતો. રિમાન્ડ બાદ અંધેરી કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યો હતો અને બાદમાં અભિનેતા કરણના વકીલે જામીન અરજી કરી હતી જેને પણ કોર્ટે ફગાવી દીધી છે.

TV9 Gujarati

 

આમ અભિનેતા કરણ ઓબરોયને જેલમાં જ રહેવું પડશે અને તે સતત 11 દિવસથી જેલમાં છે. જ્યોતિષી મહિલાએ ફરિયાદ કરી છે કે તેની સાથે અભિનેતા કરણે છેતરપિંડી કરી છે અને બાદમાં તેનો રેપ પણ કર્યો હતો. અભિનેતા કરણે જ્યોતિષી મહિલા પાસેથી પૈસા પણ પડાવ્યા હતા અને બાદમાં તેણીને બ્લેકમેઈલ કરવાની કોશિશ પણ કરી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:35 pm, Fri, 17 May 19

Follow Us