Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા

|

Sep 02, 2021 | 12:09 PM

અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. આવા અહેવાલ આવતાની સાથે જ બોલિવૂડમાં શોકનો માહોલ ફેલાઈ ગયો. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થના મૃત્યુ થયાના અહેવાલ આવ્યા છે.

Breaking News: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, માત્ર 40 વર્ષની ઉંમરે કહ્યું અલવિદા
Actor and Bigg Boss winner Siddharth Shukla dies of heart attack

Follow us on

Sidharth Shukla Passes away: અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થયું. આવા અહેવાલ આવતાની સાથે જ બોલિવૂડમાં શોકનો માહોલ ફેલાઈ ગયો. મુંબઈની કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થને મૃત જાહેર કરવામાં આવ્યા છે. સિદ્ધાર્થ શુક્લાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ તેમના મૃત્યુના સમાચાર આવતા ફેન્સના દિલ તૂટી ગયા છે.

સવારે 9.25 વાગ્યે સિદ્ધાર્થ શુક્લાને કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતી વખતે કેટલીક દવા લીધી હતી અને તે સૂઈ ગયા હતા. તેમને ઘરમાં હાજર સભ્યો દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

કૂપર હોસ્પિટલના ડોકટરો દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરતા કહ્યું છે કે ‘સિદ્ધાર્થ શુક્લાને આજે સવારે 9.25 વાગ્યે કૂપર હોસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યા હતા. અન્ય કોઈ બાહ્ય ઈજા નથી.’ હાલમાં હોસ્પિટલમાં બોડીના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે.

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચારથી ફેન્સ અને બોલિવૂડ તેમજ ટીવીના કલાકારો ચોંકી ગયો છે. તમને જણાવી દઈએ કે તેઓ શહેનાઝ ગિલ સાથે ‘બિગ બોસ ઓટીટી’માં પણ તાજેતરમાં જ જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ શુક્લાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2008 માં ટીવી શો ‘બાબુલ કા આંગણ છૂટે ના’ થી કરી હતી. આ પછી, તે ‘જાને પહેચાને સે અજનબી’, ‘સીઆઈડી’, ‘બાલિકા વધૂ’ અને ‘લવ યુ જિંદગી’ જેવા ટીવી શો અને ઘણા રિયાલિટી શોમાં જોવા મળ્યા હતા.

નાની ઉંમરે આ વિશ્વને અલવિદા કહેનાર આ અભિનેતાનો જન્મ જન્મ 12 ડિસેમ્બર 1980 ના રોજ મુંબઈના એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મોડેલિંગના દિવસોમાં જ તેના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો જ્યારે તેણે તેના પિતાને ગુમાવ્યા.

સિદ્ધાર્થ શુક્લ છેલ્લા દિવસ સુધી સતત કામ કરી રહ્યા હતા. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર તેણે એક નાની છોકરી સાથેની તસવીર શેર કરી હતી, જે ખૂબ પસંદ કરવામાં આવી હતી. અત્યાર સુધી ચાહકો માનવા તૈયાર નથી કે આ અભિનેતા હવે આપણી વચ્ચે નથી.

 

આ પણ વાંચો: ચીકુ કી મમ્મી દુર કી સિરિયલનો ચોંકાવનારો અહેવાલ, જાણો મિથુન ચક્રવર્તીની ફી વિશે

આ પણ વાંચો: OMG: કેમ ભણસાલીએ લીધો આટલો મોટો નિર્ણય? ગંગુબાઈ કાઠિયાવાડીમાંથી હટાવવામાં આવશે ઇન્ટિમેટ સીન!

Published On - 11:39 am, Thu, 2 September 21

Next Article