અભિષેક બચ્ચને જણાવ્યું કે તેની ફિલ્મ ‘બોબ બિસ્વાસ’ વિદ્યા બાલનની ‘કહાની’ થી છે બહેતર

અભિષેક બચ્ચને (Abhishek Bachchan) તેની ફિલ્મ 'બોબ બિશ્વાસ'ને 2012માં આવેલી વિદ્યા બાલનની 'કહાની' કરતાં વધુ સારી ગણાવી છે. ફિલ્મ 'બોબ બિશ્વાસ' વિદ્યાની ફિલ્મના એક રોલ પર આધારિત છે.

અભિષેક બચ્ચને જણાવ્યું કે તેની ફિલ્મ બોબ બિસ્વાસ વિદ્યા બાલનની કહાની થી છે બહેતર
Abhishek Bachchan
| Edited By: | Updated on: Nov 28, 2021 | 12:03 PM

અભિષેક બચ્ચનની (Abhishek Bachchan) ફિલ્મ ‘બોબ બિશ્વાસ’નું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું છે, ત્યારથી અભિષેક બચ્ચનના નવા લૂકની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. અભિષેક બચ્ચન આ ફિલ્મને લઈને ખૂબ જ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. અનેક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના કામને અત્યાર સુધીનું શ્રેષ્ઠ કામ ગણાવ્યું છે. 

તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિષેક બચ્ચને તેની ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ને 2012માં આવેલી વિદ્યા બાલનની ‘કહાની’ કરતાં વધુ સારી ગણાવી હતી. ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ ફિલ્મ ‘કહાની’ના એક રોલ પર આધારિત છે.

તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચને એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, “મેં ગયા વર્ષે લોકડાઉન દરમિયાન પહેલીવાર સ્ટોરી જોઈ હતી. મેં લગભગ 80 ટકા શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું પછી લોકડાઉનને કારણે અમારે બ્રેક લેવો પડ્યો. આખરે એક દિવસ મેં કહ્યું, ‘ઠીક છે, મને આ ફિલ્મ જોવા દો. ફિલ્મ વિશે વધુ વાત કરતાં, ‘મને લાગે છે કે અમારી ફિલ્મ વધુ સારી છે. સુજોય માટે પૂરા આદર સાથે, તેની પુત્રી (દિયા) તેના કરતા સારી છે.

વિદ્યાની ફિલ્મ સાથે બોબ બિસ્વાસનો છે ખાસ સંબંધ
અભિષેક તેના પ્રોજેક્ટ્સને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ પાત્ર માટે તેણે ઘણી મહેનત કરી છે. બોબ બિસ્વાસની વાર્તા વિદ્યા બાલનની ફિલ્મ કહાનીથી શરૂ થઈ હતી. વિદ્યા બાલનની ફિલ્મો આજે પણ બોલિવૂડની શ્રેષ્ઠ સસ્પેન્સ થ્રિલર ફિલ્મોમાં ગણાય છે. હવે અભિષેકની આ ફિલ્મો વિશે જાણવામાં સૌને રસ છે કે બોબ બિસ્વાસનું જીવન કેવું હતું. તેના પિતા અમિતાભ બચ્ચને પણ આ ફિલ્મમાં અભિષેકના પાત્રના વખાણ કર્યા છે. અભિષેકનો લુક સાવ અલગ લાગી રહ્યો છે.

આ ફિલ્મ Zee5 પર રિલીઝ થવા જઈ રહી છે
તમને જણાવી દઈએ કે, બોબ બિસ્વાસ એક કોન્ટ્રાક્ટ કિલર પર આધારિત ફિલ્મ છે જે મૂળ વિદ્યા બાલનની ફિલ્મ ‘કહાની’નું પાત્ર હતું. વાર્તામાં આ રોલ બહુ નાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જેના પર હવે આખી ફિલ્મ બની રહી છે. આ ફિલ્મનું પ્રીમિયર 3 ડિસેમ્બરે Zee5 પર થશે. તેનું નિર્દેશન દિયા અન્નપૂર્ણા ઘોષે કર્યું છે અને સુજોય ઘોષે આ ફિલ્મ લખી છે. આમાં અભિષેકની સામે ચિત્રાંગદા સિંહ જોવા મળશે. તેને બનાવવામાં ગૌરી ખાન, ગૌરવ વર્મા અને સુજોય ઘોષે સહયોગ આપ્યો હતો.

આ પણ વાંચો : IND vs NZ, live, 1st Test, Day 4: ભારતની વિકેટ પડી, મયંક અગ્રવાલ આઉટ

આ પણ વાંચો : Happy Birthday Yami Gautam: યામી ગૌતમ આ બીમારી સાથે ઝઝૂમી હતી, જાણો તેની નેટવર્થથી લઈને લવસ્ટોરી સુધીની જાણી-અજાણી વાતો