Abhishek Bachchan: અભિષેક બચ્ચને વેચ્યો પોતાનો લક્ઝરી અપાર્ટમેન્ટ,શું હશે કારણ ?

અભિષેક બચ્ચને (Abhishek Bachchan) મુંબઈમાં પોતાનો લક્ઝરી એપાર્ટમેન્ટ (Abhishek Bachchan Luxury Apartment) વેચી દીધે છે. ચાહકો પણ આ જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત છે.

Abhishek Bachchan: અભિષેક બચ્ચને વેચ્યો પોતાનો લક્ઝરી અપાર્ટમેન્ટ,શું હશે કારણ ?
Abhishek Bachchan (File Photo)
| Edited By: | Updated on: Aug 13, 2021 | 9:17 AM

Abhishek Bachchan:  ફિલ્મ રેફ્યુજીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. અભિષેકની હંમેશા તેના પિતા અમિતાભ બચ્ચન સાથે સરખામણી કરવામાં આવે છે. જોકે અભિષેક અત્યારે પણ તેના કામને લઇ નહીં પરંતુ ઘરને લઇ ચર્ચામાં છે. સેલેબ્સ એક તરફ નવા ઘર ખરીદી રહ્યા છે ત્યારે અભિષેક બચ્ચને પોતાનું એક ઘર વેચી દીધું છે.  તાજેતરમાં રાની મુખર્જીએ કરોડોમાં એક નવું એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે,

બીજી બાજુ અભિષેક બચ્ચને (Abhishek Bachchan) મુંબઈમાં પોતાનો લક્ઝરી એપાર્ટમેન્ટ (Abhishek Bachchan Luxury Apartment) વેચી દીધો છે. ચાહકો પણ આ જાણીને ખૂબ જ આશ્ચર્યચકિત છે.  અભિષેક બચ્ચને પોતાનો એક જૂનો એપાર્ટમેન્ટ 45.75 કરોડમાં વેચી દીધો છે. વાસ્તવમાં અભિષેક અને તેના પરિવારનો કોઈ સભ્ય આ એપાર્ટમેન્ટમાં રહેતા ન હતા.  અભિનેતા તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જલસામાં રહે છે, જે મુંબઈમાં બચ્ચન પરિવારનું ઘર છે.

એક ન્યૂઝપેપરના રિપોર્ટ પ્રમાણે અભિષેક બચ્ચનનું આ ઘર ઓબેરોય 360 માં 37 મા માળે હતું. એટલું જ નહીં આ ઘર 2014 માં અભિષેક બચ્ચને 41 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. ખાસ વાત એ છે કે આ બિલ્ડિંગમાં અક્ષય કુમાર અને શાહિદ કપૂરના પણ એપાર્ટમેન્ટ છે.પરંતુ હજી કોઈ નથી જાણતું કે અભિષેકે આ ઘર કેમ વેચ્યું. જોકે ચાહકો પણ આ જાણીને થોડા આશ્ચર્યચકિત છે.

તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં અમિતાભ બચ્ચને એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. પ્રોપર્ટી વેબસાઇટ Zapkey.com ના રિપોર્ટ અનુસાર, અંધેરીમાં ખરીદવામાં આવેલા આ ઘરની કિંમત 31 કરોડ જણાવવામાં આવી છે.

 અભિષેકનુ કામ
અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા છેલ્લે ફિલ્મ ‘ધ બિગ બુલ’માં જોવા મળ્યા હતા. સ્ટૉક બ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત આ ફિલ્મ માટે અભિષેક બચ્ચનની પણ પ્રશંસા કરવામાં આવી હતી.  હવે અભિષેક બચ્ચન નિમ્રત કૌર સાથે ફિલ્મ ‘દસવી’ અને ચિત્રાંગદા સેન સાથે ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ માં જોવા મળશે.

 

આ પણ વાંચોBollywood Photos : રણવીર સિંહે ફોર્મલ આઉટફીટમાં એરપોર્ટ પર મારી એન્ટ્રી, જુઓ એક્ટરનો નવો અવતાર

આ પણ વાંચોBollywood Photos : ગ્રીન ચોલીમાં માધુરી લાગી રહી છે ખૂબ જ સુંદર, ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ