અજાણ્યા લોકો સાથે ફોન પર વાત નથી કરી શકતો આ અભિનેતા, જાતે જ કર્યો ખુલાસો

|

Apr 13, 2022 | 8:50 PM

Bollywood News: અભિષેક બચ્ચન (Abhishek Bacchan) કહે છે કે તે અજાણ્યા લોકો સાથે ફોન પર વાત કરી શકતો નથી અને હું રૂમ સર્વિસ પર કૉલ કરી શકતો નથી. જો કે, તેની પત્ની ઐશ્વર્યા રાય તેની બદલે રૂમ સર્વિસ પર ફોન કરે છે.

અજાણ્યા લોકો સાથે ફોન પર વાત નથી કરી શકતો આ અભિનેતા, જાતે જ કર્યો ખુલાસો
Person Talking on a Phone (Symbolic Image)

Follow us on

ન્યુ રીલીઝ થયેલી ફિલ્મ ‘દસવી’ના (Dasvi Film) અભિનેતા અભિષેક બચ્ચને (Abhishek Bacchan) તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તેને ફોન પર અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં ‘સમસ્યા’ થાય છે, જેના કારણે જ્યારે તે જ્યારે પણ હોટલમાં રોકાયો હોય ત્યારે તે પોતાના માટે ભોજનનો ઓર્ડર આપી શકતો નથી. તેની બદલે તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bacchan) રૂમ સર્વિસ પર ફોન કરીને ઓર્ડર આપે છે. તે વાત જાણીને આપણને વિચિત્ર લાગી શકે છે, પરંતુ બોલિવૂડ સ્ટાર્સ પણ તેમની પોતાની અસુરક્ષા અને વિચિત્ર ડર ધરાવે છે.

દસવી ફિલ્મના અભિનેતા અને અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન પણ તેમાં અપવાદરૂપ નથી. હોસ્ટ સિદ્ધાર્થ કન્નન સાથેની તાજેતરની ચેટમાં, અભિષેકે કબૂલાત કરી કે તેને ફોન પર અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં ‘સમસ્યા’ છે!

જ્યારે જુનિયર બચ્ચનને પૂછવામાં આવ્યું કે સામાન્ય રીતે સેટ પર બરફ તોડનાર પ્રથમ વ્યક્તિ બનવામાં તેને કોઈ ડર નથી. તેણે અત્યાર સુધી જે અનુભવ મેળવ્યા છે, તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી, પરંતુ તેનો ઉછેર જે રીતે થયો છે તેની સાથે બધું જ સંબંધ હોવાનું જણાવતા અભિષેકે કહ્યું, “તે ઉછેરથી આવે છે, અનુભવથી નહીં.”

અભિષેકે આગળ જણાવ્યુ કે હું જે પ્રકારનો વ્યક્તિ છું તે જ હું છું. હું એક સામાજિક વ્યક્તિ છું. હું લોકોનો માણસ છું. હું એક મેળાવડાના પાવર પ્લેને સમજી શકતો નથી, જ્યાં ‘તમારે મારી પાસે આવવું પડશે, હું તમારી પાસે નહીં જાવ.’ તે એક વસ્તુ છે જે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે સમજી શકતો નથી, તે સતત પાવર પ્લે; ‘કોણ બીજી વ્યક્તિ પાસે જઈને હેલો બોલશે?’ તેની ફરતે રહે છે.”

જુનિયર બચ્ચને પછી ઉમેર્યું કે ”આ વર્તનનો એ હકીકત સાથે પણ ઘણો સંબંધ છે કે એક અભિનેતા તરીકે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે તેને પ્રેમાળ અને જીવંત બનાવવા માટે સેટની જરૂર છે. સામાન્ય રીતે હું મારી આસપાસ એવા લોકોને રાખવાનું પસંદ કરું છું કે જે મને મારા જીવનમાં સતત માર્ગદર્શન આપે.”

“આજે અમે હોટેલમાં બેઠા છીએ અને એક પ્રેસ ટૂર કરી રહ્યા છીએ અને જો મને લોબીમાં લઈ જવા માટે કોઈ ન હોય તો હું અંદર નહીં આવું. મને એકલી જગ્યાએ પ્રવેશતા ડર લાગે છે. મને મારી આસપાસ કોઈની જરૂર છે. હું તેના બદલે મને માર્ગદર્શન આપી શકે તેવા કોઈકને પસંદ કરીશ. હું રૂમ સર્વિસ માટે કૉલ કરી શકતો નથી, ઐશ્વર્યાએ રૂમ સર્વિસ માટે કૉલ કરવો પડશે નહીં તો તે જાણે છે કે હું ખાઈશ નહીં. મને ફોન પર અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં સમસ્યા છે.” દસવી ફિલ્મના અભિનેતાએ અહીયા તેની વાતને પૂર્ણવિરામ આપ્યો હતો.

વર્ક ફ્રન્ટ પર શું છે?

આપણે વર્ક ફ્રન્ટ પર જોઈએ તો અભિષેક બચ્ચન હાલમાં તેની તાજેતરની રિલીઝ, દસવી, એક અભણ મુખ્યમંત્રી વિશેની નેટફ્લિક્સ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે, જે તેના મેટ્રિકના પેપર પૂરા કરવાનો પડકાર લે છે. હાલમાં તે SSS-7 નામની તમિલ થ્રિલર ફિલ્મ કરી રહ્યો હોવાનું પણ કહેવાય છે.

આ પણ વાંચો – Dasvi Review in gujarati : અભિષેક બચ્ચનનો અભિનય મજબૂત વાર્તા પર ઝાંખો પડી ગયો, યામી ગૌતમ જીતશે દિલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article