Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, ‘અય્યપ્પનમ કોશીયુમ’ની રિમેકમાંથી થયા બહાર

અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને જોન અબ્રાહમ (John Abraham) સાથે ફિલ્મ દોસ્તાનામાં કામ કરી ચુક્યા છે. હવે બંને ફરી એક વાર સાથે કામ કરવા જઈ રહ્યા હતા.

Abhishek Bachchan એ છોડ્યો જોન અબ્રાહમનો સાથ, અય્યપ્પનમ કોશીયુમની રિમેકમાંથી થયા બહાર
Abhishek Bachchan, John Abraham
| Edited By: | Updated on: Aug 29, 2021 | 5:16 PM

અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને જોન અબ્રાહમ (John Abraham) ની જોડી ખૂબ પસંદ કરવામાં આવે છે. બંનેએ દોસ્તાના અને ધૂમમાં સાથે કામ કર્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, જોન અને અભિષેક મલયાલમ ફિલ્મ અય્યપ્પનમ કોશિયુમની રિમેકમાં સાથે કામ કરવાના હતા. અભિષેક ફરી એકવાર જોન સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ આ જોડીને સાથે જોવા માટે ચાહકોએ હવે રાહ જોવી પડશે.

અહેવાલો અનુસાર, અભિષેકે ફિલ્મમાંથી બહાર નીકળવાનું પસંદ કર્યું છે. એક અહેવાલ મુજબ, અભિષેક બચ્ચન હવે અય્યપ્પનમ કોશિયુમની રિમેકનો ભાગ નથી. જોન અને અભિષેક એકસાથે આવી રહ્યા છે તે જાણીને ચાહકો ખૂબ ખુશ થઈ ગયા હતા. ડિરેક્ટર જગન શક્તિએ પણ ફિલ્મ પર કામ શરૂ કરી દીધું હતું અને ફિલ્મનું શૂટિંગ નવેમ્બરથી શરૂ થવાનું હતું.

અભિષેકની રિપ્લેસમેન્ટ શોધી રહી છે ટીમ

રિપોર્ટ્સ અનુસાર, અય્યપ્પનમ કોશિયુમની ટીમે અભિષેક બચ્ચનની રિપ્લેસમેન્ટ જોવાનું શરૂ કરી દીધું છે. તેઓ પણ આ ફિલ્મનો હિસ્સો બનીને ખૂબ જ ખુશ હતા પરંતુ તેવું બન્યું નહીં.

અભિષેકને ઈજા થઈ હતી

તાજેતરમાં જ અભિષેક બચ્ચનને ચેન્નઈમાં તેમની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. તેમણે પોતાનો ફોટો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે લખ્યું કે મારી નવી ફિલ્મ લાસ્ટ વેડનેસડેનાં ચેન્નઈમાં સેટ પર અકસ્માત થયો હતો. જેના કારણે જમણા હાથમાં ફ્રેક્ચર છે. તેને માટે સર્જરીની જરૂર હતી, એટલે તરત જ મુંબઈ આવીને સર્જરી કરાવી. હવે બધુ બરાબર છે અને હવે કામ શરૂ કરવા માટે પાછો ચેન્નાઈ જઈ રહ્યો છું. શો હંમેશા ચાલુ રહે છે અને જેમ મારા પિતા કહે છે – મર્દ કો દર્દ નહીં હોતા… આપની શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ધ બિગ બુલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1992 ના કૌભાંડ પર આધારિત છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિષેકની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પ્રેક્ષકોએ પણ અભિષેકની ઘણી પ્રશંસા કરી હતી.

 

આ પણ વાંચો :- Randhir Kapoorએ કર્યો ખુલાસો- નિષ્ફળ લગ્નની ભાઈ રાજીવની કારકિર્દી પર પડી હતી અસર, ન બનાવી શક્યા બોલીવુડમાં અલગ ઓળખ

આ પણ વાંચો :- Photos: હાથમાં નવી ફિલ્મની સ્ક્રીપ્ટ લઈને રોહિત ધવનની ઓફિસે પહોંચ્યા કાર્તિક આર્યન, જુઓ અભિનેતાની સ્ટાઈલિશ તસ્વીરો