આમીર ખાન અને કિરણ રાવ લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી ગીરમાં કરી

આમિર ખાન તેની લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમના પરિવાર સાથે ગીર જવા રવાના થયા છે. આમિર ખાન પોરબંદર પહોંચી ગયો છે.અને ત્યાંથી આખો પરિવાર ગીર તરફ પ્રયાણ કરશે. અભિનેતા તેની પત્ની કિરણ, પુત્ર આઝાદ, પુત્રી ઇરા અને ભત્રીજા ઇમરાન સાથે શનિવારે એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.   આમિર ખાન અને તેનો પરિવાર એરપોર્ટ […]

આમીર ખાન અને કિરણ રાવ લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી ગીરમાં કરી
| Edited By: | Updated on: Dec 27, 2020 | 7:26 PM

આમિર ખાન તેની લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમના પરિવાર સાથે ગીર જવા રવાના થયા છે. આમિર ખાન પોરબંદર પહોંચી ગયો છે.અને ત્યાંથી આખો પરિવાર ગીર તરફ પ્રયાણ કરશે. અભિનેતા તેની પત્ની કિરણ, પુત્ર આઝાદ, પુત્રી ઇરા અને ભત્રીજા ઇમરાન સાથે શનિવારે એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા.

 

આમિર ખાન અને તેનો પરિવાર એરપોર્ટ પર જોવા મળ્યો

આમિર ખાન અને તેના પરિવારજનો રવાના થતાં પહેલા એરપોર્ટ પર ફોટો પડાવ્યા હતા. આમિર અને કિરણે એરપોર્ટ પરિસરની બહાર પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આ દંપતીએ મુસાફરી માટે કેઝયુઅલ કપડા પહેરયા હતા. આમીર ખાન અને રીના દત્તાની પુત્રી ઈરા ખાનને એરપોર્ટ પર જોવામાં આવી હતી.

આમિર ખાન અને કિરણ રાવનાં લગ્ન
આમિર ખાન અને કિરણ રાવ 28 મી ડિસેમ્બરે તે લગ્નની 15મી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ દંપતીએ 2005 માં લગ્ન કર્યા હતા અને 2011માં તેમને પુત્ર આઝાદનો જન્મ થયો હતો. આમિરે કિરણ સાથે લગ્ન પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા.

 

Published On - 3:49 pm, Sun, 27 December 20